ગુજરાત શિક્ષણ બોર્ડ:રાજકોટમાં સોમવારે ગુજકેટની પરીક્ષા 7706 વિદ્યાર્થી માટે 36 કેન્દ્ર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 10થી 12 ફિઝિક્સ-કેમિસ્ટ્રી, બપોરે 2થી 3 બાયોલોજી, 3થી 4 ગણિતનું પેપર લેવાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી કે એબી ગ્રૂપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18મીને સોમવારે લેવાશે. રાજકોટ જિલ્લામાં 36 બિલ્ડિંગ અને 387 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સવારે 10 થી 4 કલાક દરમિયાન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિતના પેપર લેવાશે. રાજકોટ જિલ્લામાં ‘એ’ ગ્રૂપના 3240 વિદ્યાર્થી,‘બી’ ગ્રૂપના 4454 વિદ્યાર્થી અને ‘એબી’ ગ્રૂપના 12 વિદ્યાર્થી સહિત કુલ 7706 વિદ્યાર્થી સોમવારે ગુજકેટની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્ય પુસ્તકનો અમલ કરાયો છે. NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ પરીક્ષા માટે રહેશે. ગુજકેટમાં જુદા જુદા વિષયના બહુવિકલ્પિય પ્રકારના પ્રશ્નપત્રો રહેશે.

અન્ય સમાચારો પણ છે...