તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gujjitok Accused Nikhil Donga's Escape From Bhuj Hospital CCTV Footage Came, Two Persons Helped, Police Investigation Started

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસને પડકાર:ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાના ભુજ હોસ્પિટલમાંથી ફરાર થયાના CCTV ફૂટેજ આવ્યા સામે, બે શખ્સોએ મદદ કરી, પોલીસ તપાસ શરૂ

રાજકોટએક મહિનો પહેલા
  • મારુતિ સ્વીફ્ટ કારમાં બેસી સાગરીતો સાથે આરોપી ફરાર

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ગુજસીટોકના ગુના હેઠળ ભુજની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ હોસ્પિટલમાં રાત્રીના સમયે નિખિલના બે સાગરીતોએ પ્રવેશ કર્યો હતો અને બાદમાં રાત્રીના જ સમયે તેને હોસ્પિટલમાંથી ભગાડવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મારુતિ સ્વીફ્ટ કારમાં બેસી બંને ફરાર થઇ ગયા
ગુજસીટોકના ગુના હેઠળ પકડાયેલ ગોંડલનો કુખ્યાત નિખિલ દોંગા ભુજ હોસ્પિટલમાં હતો એ દરમિયાન તારીખ 28 માર્ચ 2021ની રાત્રે 11.42 વાગ્યે નિખિલના બે સાગરીત ભરત રામાણી અને ભાવિન ખૂંટ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે ત્યારબાદ 29 માર્ચ 2021ની મોડી રાત્રે 01:16 વાગ્યે ભાવિન ખૂંટ અને નિખિલ હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કારમાં બેસી બંને ફરાર થઇ જાય છે.

પોલીસને સીધો પડકાર ફેંક્યો
કોઇ લોકો ને માલુમ ન પડે તે માટે આરોપીઓ દ્વારા દિમાગ લગાવી ફરાર થવા પ્લાન ઘડ્યો હતો અને પોલીસને ઊંઘતી રાખી ફરાર થઇ જઇ પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. ભરત રામાણી અને ભાવિક ખૂંટ હોસ્પિટલમાં પ્રવેશ કરે ત્યારે બન્ને ચહેરા પર માસ્ક લગાવેલ હોય છે અને હાથમાં દર્દીને આપવા માટે કોઇ વસ્તુ થેલીમાં લઇને જાય છે. જો કે પરત ફરતી વખતે કોઇને માલુમ ન પડે તે માટે ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ તેમજ ચહેરા પર માસ્ક પહેરી નિખિલ અને ભાવિક બહાર આવે છે. જેમાં સામે આવેલ CCTVમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ભાવિક ખૂંટ આગળ ચાલે છે અને તેની પાછળ ઝડપથી ચાલીને નિખિલ જાય છે બન્ને તેટલી જ ઝડપથી કારમાં બેસી ફરાર થઇ જાય છે.

નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે
રાજકોટ જિલ્લા પોલીસ વડા અને સમગ્ર ટિમ કુખ્યાત આરોપી નિખિલને પકડવામાં કામે લાગી છે જેમાં પોલીસે નિખિલને મદદગારી કરનારના પરિવારજનો તેમજ નિખિલના પરિવારજનોના નિવેદન નોંધવા સહિત પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, નરેશ સિંધવ સામે 3 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો