તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

72મું પ્રજાસત્તાક પર્વ:ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, વિશ્વનું પહેલું મંદિર, જ્યાં ધર્મધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાય છે

રાજકોટએક મહિનો પહેલા
રાષ્ટ્રધ્વજ સાથે ખોડલધામ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી. - Divya Bhaskar
રાષ્ટ્રધ્વજ સાથે ખોડલધામ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી.
 • રાધે રાધે ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
 • ભાવિકોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી

આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો અને મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં દર્શન કરવા આવેલા ભાવિક ભક્તોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.

ભાવિક ભક્તોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.
ભાવિક ભક્તોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.

રાધે રાધે ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા ખોડલધામ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાધે રાધે ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ભાવિકોએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

સૌપ્રથમ મંદિરમાં આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
સૌપ્રથમ મંદિરમાં આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો
26મી જાન્યુઆરીના દિવસે કોરોના વોરિયર્સના સન્માનમાં સવારે 9 કલાકે ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 300 જેટલા કાર્યકરો મુખ્ય પ્રવેશદ્વારથી રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિની ધૂન સાથે મંદિર સુધી પહોંચ્યા હતા.

સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ.
સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ.

મંદિરની પ્રદક્ષિણા કરાવી
મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ પણ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ખોડલધામ મંદિર.
ખોડલધામ મંદિર.

મંદિરોના ઈતિહાસમાં પ્રથમ વખત આટલો લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
મંદિરોના ઈતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ખોડલધામ વિશ્વનું પહેલી મંદિર છે, જ્યાં ધર્મધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.

ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

(દિપક મોરબિયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો