તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનાલિસિસ:ગુજરાતનું આરોગ્ય વિભાગ કોરોનાથી ઓછા મોત બતાવવા કેન્દ્રની ગાઈડલાઈનનો કરે છે ભંગ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 3 રાજ્યમાંથી માહિતી મેળવતા સામે આવ્યું કે જ્યારે પણ કોરોના પોઝિટિવનું મોત થાય તો તેને કોરોનાથી મોત જ ગણાય છે
  • જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોવા છતાં અન્ય કારણ બતાવી આંક ઉમેરાતો નથી

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ રાજકોટ આવ્યા ત્યારે ડેથ ઓડિટ કમિટીની કાયદાકીય માન્યતા વિશે ભાસ્કરે પ્રશ્ન કર્યો હતો જેમાં તેમણે આઇસીએમઆર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે જ કામગીરી થતી હોવાનું કહ્યું હતું. ડેથ રિપોર્ટિંગ મામલે આઈસીએમઆરની ગાઈડલાઈન મેળવતા તેમાં આવો કોઇ ઉલ્લેખ જ ન હોવાનું બહાર આવ્યું છે બીજીતરફ ડેથ ઓડિટ કમિટીને પણ આવું કામ કરવા માટે કોઇ લેખિત આદેશ જ નથી અપાયો.

તબીબે જ મેડિકલ સર્ટી બનાવવાનું હોય છે
ઓડિટ કમિટી પાસે કોવિડનાં મોત છે કે નોન કોવિડ તે કરાવવા માટે કોઇ પરિપત્ર કે લેખિત આદેશ વગર આરોગ્ય વિભાગે નિયમ લાગુ કર્યો છે કે જ્યારે કોઇ કોરોના પોઝિટિવ દર્દીનું મોત થાય એટલે તેના તમામ કાગળો ડેથ ઓડિટ કમિટી પાસે જાય તે કમિટી કોઝ ઓફ ડેથમાં કોરોના લખે ત્યારે જ તેને કોરોનાથી મોત ગણવું બાકી અન્ય કો-મોર્બિડીટી ખપાવી દેવું. હકીકતે આઈસીએમઆરની ગાઈડલાઈનમાં કો-મોર્બિડિટીનું પ્રમાણ માપવા અભ્યાસ કરવાનું કહ્યુ છે અને સારવાર કરનાર તબીબે જ મેડિકલ સર્ટફિકેટ ઓફ ડેથ બનાવવાનું છે. કમિટીનો ઉલ્લેખ નથી. કેન્દ્ર સરકાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તપાસ કરતા ત્યાં કોરોના પોઝિટિવનું મોત થાય તો તેને કોરોનામાં જ ગણાય છે ડેથ ઓડિટ કમિટી માત્ર સારવારમાં સુધારો હોય તે સૂચવે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કઈ રીતે નોંધાય છે મોત

  • રાજસ્થાનઃ જ્યારે પણ કોરોના પોઝિટિવનું મોત થાય એટલે તેને કુલ મોતના આંકડામાં ઉમેરી દેવાય છે. મોતના 21 દિવસ પછી સોશિયલ ઓડિટ કરાવાય છે જેમાં દર્દીને બીજી કોઇ સમસ્યા હતી કે નહિ તેમજ કેટલા દિવસમાં શું સમસ્યા થઈ તે જાણવામાં આવે છે.
  • મધ્યપ્રદેશઃ કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થાય તેનો ઉમેરો તેમાં જ કરી દેવાય છે તેવુ રાજ્યના આરોગ્ય સચિવ સંજય ગોએલે કહ્યું છે. ત્યાં ડેથ ઓડિટ કમિટીનું કાર્ય મોત બાદ જે તે હોસ્પિટલને શુ ધ્યાન રાખવું તે પરિબળો બતાવીને સુધારા વધારા કરવા માટેનું છે.

આંકડા અધિકારીઓ જાહેર કરે છે, કમિટી નામ પૂરતી છે
રાજ્યના આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી જણાવે છે કે ડેથ ઓડિટ કમિટીનું ગઠન ઘણા સમય પહેલા થયું હતું અને તેમનુ કાર્ય મૃત્યુ સમયે દર્દીની હાલત કેવી હતી અને દર્દીને બચાવવા માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા તે અભ્યાસ કરીને આવી બીજી વાર સ્થિતિ આવે તો શું કરવું તેનું માર્ગદર્શન આપવાનુ તેમજ પબ્લિક હેલ્થ માટે અભ્યાસ કરવાનો છે. અત્યારે આરોગ્ય સચિવ જયંતી રવિ ડેથ ઓડિટ કમિટીનું નામ લે છે પણ આ કમિટીને કોવિડ અને નોન કોવિડ ડેથ આપવાનો કોઇ પરિપત્રથી આદેશ કરાયો નથી. તેમના રિપોર્ટના આધારે અધિકારીઓ જ પોતે નક્કી કરી લે છે કેટલા ગણવાના છે. બીજી તરફ આ કમિટીના રિપોર્ટનું કાયદાકીય મહત્વ જ નથી. સારવાર કરનાર ડોક્ટરની જ વાત સાચી છે.

અમારી ગાઈડલાઈન મુજબ જ કામ કરવાનું છે
કોવિડમાં કોઇનું મોત થાય તો તેના માટે જે તે તપાસ કરનાર તબીબને જ જોવાનું હોય છે અને તેના સર્ટિફિકેટને આધારે જ રોગ અને મોતનું કારણ સાચુ ગણાય છે. આ પ્રકારના રિપોર્ટિંગ માટે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ જ કામ કરવાનું છે. - ડો. આરતી આહુજા, એડિ. સેક્રેટરી, આરોગ્ય મંત્રાયલ, ભારત સરકાર

અન્ય સમાચારો પણ છે...