• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gujarat's First Portable Indo American Hospital At Rajkot Ready To Fight Third Wave Of Corona At A Cost Of Rs 3.5 Crore, To Be Launched Soon

રાજ્યમાં પ્રથમ:કોરોનાની ત્રીજી લહેર સામે લડવા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ પોર્ટેબલ ઇન્ડો-અમેરિકન હોસ્પિટલ રૂ.3.5 કરોડના ખર્ચે તૈયાર, ટૂંક સમયમાં શરૂ

રાજકોટ3 મહિનો પહેલા
  • સિવિલ હોસ્પિટલની પાછળ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોર્ટેબલ હોસ્પિટલનું આખુ પ્લેટફોર્મ ઉભુ કરી દેવામાં આવ્યું છે

કોરોના રાજકોટ શહેર અને જિલ્લામાં નબળો પડી ગયો છે. પરંતુ ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે રાજકોટ કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડા ત્રણ કરોડના ખર્ચે પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન એક મહિનો પહેલા કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોર્ટેબલ હોસ્પિટલનું આખુ પ્લેટફોર્મ ઉભુ કરી દેવામાં આવ્યું છે.

100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી
100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી

મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ
જો કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તો પણ સાવચેતીરૂપે આ હોસ્પિટલ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે. જેમાં વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર-આઉટડોર પેશન્ટ તે સહિતની મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી શરૂ થશે.

આ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ગણાશે
આ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ગણાશે

યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી
આ ઈન્ડો અમેરિકન હોસ્પિટલ અંગે ગુજરાત સરકારે અગાઉથી જ મંજૂરી આપી દેતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ પોર્ટેબલ હોસ્પિટલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ અમેરિકા-ઇન્ડિયા ફાઉન્ડેશનથી બનાવવામાં આવી છે. આ કામચલાઉ હોસ્પિટલ છે. ત્રીજી લહેર ન આવે તો સિવિલ હોસ્પિટલના જે-તે ડિપાર્ટમેન્ટને બેડની જરૂરિયાત હશે તે મુજબ ફાળવવામાં આવશે. ખર્ચ જિલ્લા વહીવટી તરફથી થાય છે. સિવિલ હોસ્પિટલ સંલગ્ન હોસ્પિટલ ગણાશે અને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.