ગોંડલનું પરિણામ મતદાનનું ગણિત બદલશે!:ગુજરાતની ચર્ચાસ્પદ ગોંડલ બેઠકનું પરિણામ સૌપ્રથમ જાહેર થશે, રાજકોટની 8 બેઠકોને અસર કરશે!

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટની 8 બેઠકમાં પહેલું રૂઝાન હાઈ પ્રોફાઈલ બેઠકોના જ હશે
  • ગોંડલ,રાજકોટ,દક્ષિણ, જસદણ અને પૂર્વનો તાગ 12 વાગ્યે આવી જશે

રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભાની 8 બેઠકો પર 60.62 ટકા સસ્પેન્સભર્યું મતદાન થયા બાદ આગામી તા. 8 ને ગુરુવારે કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોય લોકોમાં ઉમેદવારોના પરિણામો ભારે ઉત્સુકતા છવાઇ જવા પામી છે. ઉમેદવારોના હાર-જીતના પાસા અંગે રાજકીય પંડીતોએ ગણીત માંડવાનું શરુ કરી દીધું છે.જિલ્લાની આ 8 બેઠકોમાં સૌપ્રથમ રાજકોટ-69 પશ્ચિમ અને ગોંડલ બેઠકના સૌપ્રથમ રુઝાન અને તેના પરિણામ જાહેર થશે.

મતગણતરી સૌ પહેલા પૂર્ણ
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં રાજકોટ ઇસ્ટની બેઠક પર 62.20 ટકા, વેસ્ટમાં 57.12 ટકા, સાઉથમાં 58.99 ટકા, ગ્રામ્યમાં 61.73 ટકા, જસદણમાં 62.48 ટકા, ગોંડલમાં 62.81 ટકા, જેતપુરમાં 57.20 ટકા, ધોરાજીમાં 57.20 ટકા મતદાન થવા પામેલ હતી. જેમાં રાજકોટ પશ્ચિમની બેઠક પર સૌથી ઓછુ મતદાન થયું હોય આ બેઠકની મતગણતરી સૌ પહેલા પૂર્ણ થતા તેનું પરિણામ પહેલા જાહેર થવાની શક્યતા છે.

કસોકસની ચૂંટણીની લડાઈ જામી
તેની સાથોસાથ ગોંડલની બેઠક પર જિલ્લામાં સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ચૂંટણી લડી હોય આ બેઠકના રુઝાન અને પરિણામ પણ રાજકોટ પશ્ચિમની બેઠક સાથે જ અન્ય બેઠકોની સાપેક્ષમાં જાહેર થશે. જિલ્લાની 8 બેઠકો ઉપર કુલ 65 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કસોકસની ચૂંટણીની લડાઈ જામી હતી.

સસ્પેન્સનો અંત આવશે
રાજકોટ પૂર્વમાં આઠ, પશ્ચિમની બેઠક પર 13, રાજકોટ દક્ષિણમાં 8, રાજકોટ ગ્રામ્યમાં 11, જસદણની બેઠક પર 6, ગોંડલની બેઠક પર 4, જેતપુરની બેઠક પર 8 અને ધોરાજીની બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો, હવે આગામી તા. 8 ને ગુરુવારે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરાતા સસ્પેન્સનો અંત આવશે.

14-14 ટેબલ પર મતગણતરી થશે
જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોના 2264 મતદાન બુથોના ઈવીએમ ખુલતા બેઠકવાઈઝ 14-14 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પહેલા બેલેટ પેપરની ગણતરી થશે. જિલ્લાની આઠેય બેઠકોના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ મતગણતરી થશે.