તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની તૈયારી:રાજકોટમાં CM વિજય રૂપાણીએ કહ્યું- વેક્સિનના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, ગુજરાતમાં ચાર સ્ટેજમાં વિતરણ કરવામાં આવશે

રાજકોટ5 મહિનો પહેલા
મુખ્યમંત્રીએ રાજકોટમાં મીડિયા સાથે વેક્સિન અંગે વાતચીત કરી - Divya Bhaskar
મુખ્યમંત્રીએ રાજકોટમાં મીડિયા સાથે વેક્સિન અંગે વાતચીત કરી
  • ચાર સ્ટેજમાં હેલ્થ કર્મચારીઓ, કોરોના વોરિયર્સ, 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેની વયના અને ગંભીર બીમારી ધરાવનારને વેક્સિન અપાશે
  • રાજકોટ નાગરિક સહકારી બેંક ગુજરાતમાં સૌથી વધુ આત્મનિર્ભર લોન આપવાવાળી પહેલી બેંક બની

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ નાગરિક બેંક અને મારવાડી કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાર તબક્કામાં લોકોને વેક્સિન મળશે. પહેલા હેલ્થ કર્મચારીઓને મળશે, ત્યારબાદ કોરોના વોરિયર્સ કર્મચારીઓને મળશે, પછી 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન પ્રાપ્ત થશે. ચોથા તબક્કામાં 50 વર્ષથી નાની વય છે અને તેઓને ગંભીર બીમારી છે તેઓને વેક્સિન અપાશે.

થોડા જ અઠવાડિયામાં વેક્સિન આવી જશે તેવી જાહેરાત વડાપ્રધાને કરી છે
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠકમાં વેક્સિન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગઈકાલે શુક્રવારે સર્વપક્ષીય દળની બેઠક યોજાઈ હતી. તેમાં પણ વેક્સિન વિતરણ અંગેની ચર્ચા થઈ છે. સ્પષ્ટ છે કે વડાપ્રધાન ઝડપથી વેક્સિન લાવી રહ્યાં છે. તેઓએ કહ્યું છે કે થોડા અઠવાડિયામાં જ વેક્સિન આવી જશે. ગુજરાતે તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ હજુ સામાન્ય લોકોને કોરોના વેક્સિન કંઈ રીતે આપવી તેની કોઈ ગાઈડલાઈન નથી, 1 હજાર લોકોની ટીમ કોરોનામાં કામ કરે છે તેઓ જ રસી મુદ્દે કામ કરશે: રાજકોટ મનપા કમિશનર

રાજકોટની નાગરિક બેક ગુજરાતની સૌથી વધુ આત્મનિર્ભર લોન આપનાર બેંક બની
વિજય રૂપાણી રાજકોટની નાગરિક સહકારી બેંકના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકે આત્મનિર્ભર યોજના હેઠળ 523 કરોડ રૂપિયાની લોન લોકોને આપી છે. ગુજરાતમાં સૌથી વધુ આત્મનિર્ભર લોન આપવાવાળી પહેલી બેંક બની છે. બેંક દ્વારા 38500 લોકોને આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવામાં આવી છે. કોરોનામાં મંદીમાંથી બહાર નીકળવા સરકાર દ્વારા આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓપરેટીવ બેન્ક એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડના પ્રેસિડેન્ડ જ્યોતિન્દ્ર મહેતાએ માહિતી આપી હતી

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો