ભાસ્કર ઓરિજિનલ:સોના-ચાંદી, શેરબજારમાં રોકાણ કરતા ગુજરાતીઓએ કોરોના બાદ મેડિક્લેમમાં 4 હજાર કરોડની મૂડી રોકી

રાજકોટ4 મહિનો પહેલાલેખક: ધારા નગેવાડિયા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીજી લહેર બાદ મેડિક્લેમ લેવામાં ગુજરાતીઓ દેશમાં ચોથા ક્રમે
  • પહેલું સુખ તે જાતે નર્યા - 2019-20ની સરખામણીએ રૂપિયા એક હજાર કરોડનું મૂડીરોકાણ મેડિક્લેમમાં વધ્યું
  • આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે રૂ.52,238 કરોડનું રોકાણ, કોરોના પછી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી

ગુજરાતી કહેવત છે કે, પહેલું સુખ તે જાતે નર્યા. કોરોના બાદ આ કહેવતનું સાચું મહત્ત્વ સમજાયું છે. કોરોના પહેલા શેરબજાર, સોના-ચાંદીમાં રોકાણ કરતા ગુજરાતીઓ કોરોના પછી પોતાના સ્વાસ્થ્ય માટે પણ મૂડી રોકાણ કરતા થઈ ગયા છે. મેડિકલેઈમમાં 2021ના વર્ષમાં ગુજરાતીઓએ રૂ. 4 હજાર કરોડનું મૂડીરોકાણ કર્યુ છે.

કોરોનાને કારણે લોકડાઉન, મર્યાદિત આવક હતી અને મેડિકલ ખર્ચ વધારે આવ્યો. આ પરિસ્થિતિ ગુજરાતી કહેવત મુજબ દુષ્કાળમાં અધિક માસ જેવી થઇ. જેથી મૂડી રોકાણ માટે પરિવર્તન આવ્યું છે. આઇઆરડીએઆઈ (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના છેલ્લા વાર્ષિક રિપોર્ટ જોઇએ તો આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે રૂ.52,238 કરોડનું રોકાણ (પ્રીમિયમ લેવાયું) છે. જેમાં ગુજરાતીઓનો હિસ્સો અંદાજિત રૂ.4 હજાર કરોડનો ગણી શકાય.

નાણાંકિય વર્ષ 2019-2020 સમગ્ર દેશમાં 50,758 કરોડનો સાધારણ અને સ્વાસ્થ્ય વીમો (મેડિકલેઈમ) દેશમાં લેવાયો હતો. રિપોર્ટ અનુસાર જેમાં ગુજરાતીઓનો હિસ્સો 6 ટકા હોવાનું રિપોર્ટનું તારણ કાઢતા સીએ પ્રશાંત ગાંગડિયા જણાવે છે. આઇઆરડીએઆઈના રિપોર્ટની ગણતરીએ રૂ.3045 કરોડનું મૂડીરોકાણ થયું હતું. ત્યારે ગુજરાતીઓ આ હિસ્સા સાથે સમગ્ર દેશમાં પાંચમાં ક્રમે હતા.

2019-2020માં સરકારી ક્ષેત્રની વૃદ્ધિ તો 2020-2021માં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધ્યો
સ્વાસ્થ્ય વીમા માટે 2019-2020 માં સરકારી ક્ષેત્રની ચાર કંપનીનો હિસ્સો 48.53 ટકા હતો. જે 2020-2021 માં ઘટીને 46.75 ટકા થયો. જ્યારે ખાનગી કંપનીનો હિસ્સો 2019-2020 માં 24.41 ટકા હતો. જે 2020-2021 માં 27.26 ટકા વધ્યો. આમ, આઈઆરડીએના રિપોર્ટ અનુસાર એવું તારણ નીકળે છે કે, 2019-2020 માં સરકારી ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વધ્યો હતો, તો 2020-2021 માં ખાનગી ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વધ્યો છે. સ્વાસ્થ્ય વીમા વ્યવસાયને સરકારી, સામૂહિક અને વ્યક્તિગત એમ ત્રણ વિભાગમાં વિભાજિત કરાયો છે. 2020-2021માં હિસ્સેદારી અનુક્રમે 67 ટકા, 23 ટકા અને 10 ટકા હતી. જ્યારે 2019-2020 માં હિસ્સેદારી અનુક્રમે 72 ટકા, 19 ટકા, 9 ટકા રહી હતી.

2019-20માં ગુજરાતીનો હિસ્સો કુલ રોકાણના 6% હતો
2019-2020માં સમગ્ર દેશમાંથી સાધારણ અને સ્વાસ્થ્ય વિમમાં 50, 758 કરોડ રૂપિયા નું પ્રીમિયમ ભરાયું હતું. આ સમયે ગુજરાત નો હિસ્સો 6 ટકા હતો. જે ગણતરી ગુજરાતીઓએ સ્વાસ્થ્ય માટે રૂપિયા અંદાજીત રૂપિયા 3045નું મૂડી રોકાણ કર્યું છે. અને બીજી લહેર બાદ સ્વાસ્થ્ય માટે 4 હજાર કરોડથી વધુ રકમ ફાળવી છે. આમ એક વર્ષમાં અંદાજીત રૂપિયા 1 હજાર કરોડ નું મૂડી રોકાણ વધ્યું છે.

રાજ્યનું નામહિસ્સેદારી
મહારાષ્ટ્ર29 ટકા
તમિલનાડુ11 ટકા
કર્ણાટક10 ટકા
દિલ્હી8 ટકા
ગુજરાત6 ટકા
અન્ય રાજ્યનો36 ટકા

દેશમાં સ્વાસ્થ્ય વીમામાં રાજ્યનો હિસ્સો

32% - મહારાષ્ટ્ર 10% - કર્ણાટક 10% - તમિલનાડુ 7% - દિલ્હી 7% - ગુજરાત 34% - બાકીના રાજ્યો

અન્ય સમાચારો પણ છે...