નિયમોનો ઉલાળ્યો:રાજકોટના બસ સ્ટેન્ડમાં ગુજરાતી ફિલ્મનું શુટિંગ, લોકો જોવા ટોળે વળ્યાં, સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટના શાસ્ત્રીનગરમાં આવેલા બસસ્ટેન્ડમાં શુટિંગ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
રાજકોટના શાસ્ત્રીનગરમાં આવેલા બસસ્ટેન્ડમાં શુટિંગ કરવામાં આવ્યું હતું
  • કેટલાક લોકો તો માસ્ક વગર જોવા મળ્યા હતા

રાજકોટના બસસ્ટેન્ડમાં આજે શુક્રવારે ગુજરાતી ફિલ્મ જસ્સુ જોરદારનું શુટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું શુટિંગ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલ કોરોનાકાળમાં લોકો ટોળે વળી સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શુટિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જાહેર સ્થળોએ આ રીતે લોકો એકઠા થાય અને કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

શુટિંગ સ્થળે કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં
શહેરના શાસ્ત્રી મેદાન ખાતેના બસસ્ટેન્ડમાં આજે સવારે ગુજરાતી ફિલ્મ જસ્સુ જોરદારનું શુટિંગ ચાલી રહ્યું હતું. આથી ફ્રિમાં મનોરંજન મેળવવા લોકો ટોળે વળ્યાં હતા. કેટલાક લોકો તો માસ્ક વગર જોવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ રીતે જનમેદની એકઠી થશે તો કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વધી શકે છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

ગઈકાલે પડધરીમાં ભાજપ સંમેલનમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા
ગઈકાલે કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેને લઈને રાજકોટના પડધરીમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સંમેલનમાં પણ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...