ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી હતી. ત્યારે હવે ફરી કેજરીવાલ ગુજરાત આવશે તેવી માહિતી સામે આવી છે. જ્યાં આપના કાર્યકરના જણાવ્યા અનુસાર તેઓ અમદાવાદમાં 15મે થી ગુજરાત યાત્રા પ્રારંભ કરશે.
કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જંગી સભા સંબોધ્યા બાદ તેમણે રાત્રીના ઇન્દ્રનીલ રાજયગુરૂના નિવાસસ્થાને ભોજન કર્યુ હતું. જેમાં આપના આગેવાનો પણ જાડાયા હતા. અરવિંદ કેજરીવાલે ભોજનમાં લાડુ-ઢોકળા-શાક-રોટલી સહિત કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. જયારે આજે સવા૨ે હોટલ ખાતે જ નાસ્તો કર્યો હતો.અને આજે સવારે આપના હોદેદારો સાથે ઇમ્પિરિયલ હોટેલમાં બેઠક કરી હતી.
CM કેજરીવાલ સભા સંબોધશે
આ બેઠકમાં ગુજરાતના દરેક જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટી દ્વારા યાત્રા યોજવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મહત્વના નગરોમાં CM કેજરીવાલ પણ આવશે અને સભા સંબોધશે તેવી ચર્ચા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.