નેશનલ ગેમ્સ:રાજકોટમાં કાલે પ્રથમ દિવસે ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણાની ટીમ સાથે ટકરાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ. - Divya Bhaskar
નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ.

‘ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ની થીમ સાથે ગુજરાતમાં નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ ખાતે હોકીની રમતો આવતીકાલથી સવારે 7.15 વાગ્યાથી મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના 6 વાગ્યા સુધી જુદી જુદી 6 ટીમ વચ્ચે હોકી ખેલનો જંગ જામશે. મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે.

આટલા રાજ્યો વચ્ચે હોકીની રમત રમાશે
હોકીની રમતમાં ગુજરાત, ઓડીસા, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત કુલ 11 રાજ્યોના હોકી ખેલાડીઓ વચ્ચે 40 જેટલા મેચ માટે સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે. મહિલા ફાઈનલ મુકાબલો 11 ઓક્ટોબરે બપોર પછી 1.30 વાગ્યે તેમજ પરૂષ ટીમની ફાઈનલ બપોરે 3:30 કલાકે રમાશે.

રેસકોર્સ મેદાનમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં હોકીની રમતો રમાશે.
રેસકોર્સ મેદાનમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં હોકીની રમતો રમાશે.

તમામ તૈયારીઓ પૂર્ણ
આ માટે જરૂરી સંલગ્ન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકો, VIP, મીડિયા સહિતની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ તેમજ ઓફિશિયલ્સ માટે ગ્રીન રૂમ, ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...