તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય વિજ્ઞાન:કેન્સરની સારવાર માટેના નેનો પાર્ટિકલથી લઈને 300થી વધુ ફોબિયા પર રિસર્ચ કરી રહેલી ગુજરાતની મહિલાઓ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહિલા વિજ્ઞાનીઓની તસવીર - Divya Bhaskar
મહિલા વિજ્ઞાનીઓની તસવીર
 • સૌરાષ્ટ્રની મહિલા વિજ્ઞાનીઓએ રિસર્ચ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી

મહિલાઓની સફળતાને આંકડામાં જોઈએ તો વિશ્વના 20 ટકા અને એશિયામાં 26 ટકાથી વધારે વ્યવસાય મહિલાઓના નિયંત્રણ હેઠળ છે. શ્રેષ્ઠ રિસર્ચ કરવામાં પણ નારી પાછળ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ કહી શકાય એવા સંશોધનો કર્યા છે જે આગળ જતા સમાજને ઉપયોગી થઈ શકે. ફેફસાંના કેન્સરની સારવાર માટેનું સંશોધન હોય કે લાકડાં કે દીવાલમાં પાણી ન ઉતરે તેની ફોર્મયુલા બનાવવાની હોય, A થી Z સુધીના આશરે 300થી વધુ ફોબિયા પર સંશોધન કરવાનું હોય કે દાંત અને હાડકાંને મજબૂત બનાવવા કેલ્શિયમની ફોર્મ્યુલા બનાવવાની હોય. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ આવા અનેક રિસર્ચ કરીને તેની કાબેલિયત ઉજાગર કરી છે.

મહિલા વિજ્ઞાનીઓની તસવીર
મહિલા વિજ્ઞાનીઓની તસવીર

કેન્સરની સારવારમાં માટે પાર્ટિકલ્સ બનાવ્યાં
કેન્સરના દર્દીઓને સારવાર માટે દવા જુદી જુદી પદ્ધતિથી આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેનું નિદાન કે આડઅસર વિના થાય તેવી સચોટ દવા કે પદ્ધતિ નથી. પ્રિયા પટેલે આ રિસર્ચમાં ફેફસાંના કેન્સરની સારવાર નેનો ટેક્નોલોજી દ્વારા જુદી જુદી પદ્ધતિથી થાય અને દવા નેનો સ્વરૂપે સીધી ફેફસાં સુધી પહોંચે તેવા નેનો પાર્ટિકલ બનાવ્યા છે.

પલળી શકે નહીં એવી કોટિંગ ફોર્મ્યુલા બનાવી
ડૉ. હેતલ બોરીચાએ પલળી શકે નહીં એવી કોટિંગ ફોર્મ્યુલા બનાવી છે. જેમાં કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી એવું ફોર્મ્યુલા બનાવ્યું છે જેના વડે જો તે સપાટી પર લગાવવામાં આવે તો પાણીથી થતું નુકસાન ઘટાડી શકાય છે એટલે કે આ સપાટીને હાઈડ્રોફોબિક બનાવી શકાય છે. જ્યારે પાંદડાં પર પાણી નખાય તો નુકસાન નથી થતું.

300થી પણ વધુ ફોબિયા વિશે સંશોધન
ડૉ. ધારા દોશીએ લોકોને અનુભવતા A થી Z સુધીના આશરે 300થી પણ વધુ ફોબિયા વિશે સંશોધન કર્યું છે. આ ફોબિયામાં Anthophobia એટલે કે લોકોને સમાજનો ભય તથા Anuptaphobia એકલાપણાનો ભય વગેરે ફોબિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા. અને તમામનું કાઉન્સેલિંગ પણ કરાયું.

હાડકાંને મજબૂત બનાવે એ‌વી કેલ્શિયમ ફોર્મ્યુલા
ડૉ. સોનલ લાખાણીએ હાડકાંને મજબૂત બનાવતી કેલ્શિયમ ફોર્મ્યુલા વિશે સંશોધન કર્યું છે. તેમણે નેનો સ્તર ઉપર મૅગ્નેશિયમ, મૅંગેનીઝને ઉમેરતા ભૌતિક બંધારણ અને ગુણધર્મો ઉપર તેની શું અસર થાય, તેના વિશે સંશોધન કરેલું છે. સિંગાપોર, કાશ્મીર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ પોતાના સંશોધનપત્રો રજૂ કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો