પાટીદાર, કોળી બાદ ક્ષત્રિય સમાજની માગ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 25થી 30 બેઠક પર રાજકીય પક્ષો પાસેથી ટિકિટની માગણી કરશે

રાજકોટ6 દિવસ પહેલા
ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજા.

વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય ત્યારે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત રાજકારણ શરૂ થઈ ગયું છે. પાટીદાર, કોળી અને ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 25થી 30 બેઠક પર ટિકિટની માગણી કરશે. ચૂંટણી જીત્યા બાદ પણ પ્રધાનમંડળમાં ક્ષત્રિય સમાજને સમાવવા માગણી કરાશે. આવું નિવેદન ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાએ કર્યું છે.

સમાજના નિર્ણાયક મત હોય ત્યાં માગણી કરાશે
જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કરણી સેના વિવિધ પક્ષો પાસે ક્ષત્રિય સમાજનું જ્યાં પ્રતિનિધિત્વ અને નિર્ણાયક મતો છે તેવી ગુજરાતની 25થી 30 બેઠક પર ટિકિટની માગણી કરવામાં આવશે. ગુજરાતની અંદર જામનગરમાંથી 2, સુરેન્દ્રનગરમાંથી 2, કચ્છમાંથી 3, મધ્ય ગુજરાતમાંથી 5, દક્ષિણ ગુજરાતમાંથી 4 અને ઉત્તર ગુજરાતમાંથી 4 સીટ એમ મળીને કુલ 25થી 30 સીટ પર કરણી સેના ટિકિટની માગણી કરશે.

દરેક સમાજમાં ચહલપહલ શરૂ થઈ
ચૂંટણી પૂર્વે ધીરે ધીરે રાજકીય સોગઠાબાજી ગોઠવાઇ રહી હોય તે પ્રકારની ચહલપહલ દરેક સમાજમાં શરૂ થઈ ચૂકી છે. પાટીદાર અને કોળી સમાજ દ્વારા અગાઉથી જ ટિકિટની માગણી શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજે પણ ટિકિટની માગણી કરશે તેવું નિવેદન મીડિયા સમક્ષ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...