• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gujarat Swanirbhar School Board Of Directors Will Surrender To The Minister Of Education To Start Std. 1 To 5 Classes, The Challenge Will Be Overcome Or The Government Will Fall!

નવી સરકાર નવી રજૂઆત:ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીના શરણે જશે,પડકાર ઝીલશે કે સરકાર ઝૂકી જશે !

એક વર્ષ પહેલા
ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી
  • રાજકોટ સ્વ.નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પણ આવતીકાલે શિક્ષણમંત્રીને રૂબરૂ કરશે રજુઆત
  • નવરાત્રી પહેલા ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરવા પૂર્વ CMએ તૈયારી દાખવી હતી
  • સરકાર બદલાતા નવા શિક્ષણમંત્રી સમક્ષ ફરી કરાશે રજુઆત

કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકાર દ્વારા ધીમે ધીકે તબક્કા વાર છૂટછાટો આપવામાં આવી હતી. જેમાં શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ છે ત્યારે ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી. જો કે હવે સરકારમાં બદલાવ આવતા શિક્ષણ જગત સાથે સંકળાયેલા કેટલાક નિર્ણયો અંગે પણ રોક લગાવામાં આવી છે. જે અંગે આગામી સપ્તાહમાં શાળા સંચાલક મંડળ દ્વારા નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. જયારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણના ઓફલાઈન વર્ગો શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર

સરકારમાં પરિવર્તન આવ્યા બાદ નિર્ણયમાં વિલંબ
ધો. 6 થી 8 માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ તેને આશરે 15 દિવસ થઈ ગયા છે રાજયની કોઈ શાળાઓમાં કોરોનાને લઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી તેના આધાર પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઝડપથી ધો. 1 થી 5 નાં વર્ગો શરૂ કરવામાં આવશે તેવો સંકેત દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન આપ્યો હતો. શિક્ષણ વિભાગ પણ આ માટે સજજ હતો. નવરાત્રી પહેલા પ્રાથમિક શાળાઓમાં તમામ વર્ગોમાં શિક્ષણ શરૂ થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કેબીનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાય તેવી શકયતા હતી પરંતુ ગુજરાત સરકારમાં મોટુ પરિવર્તન આવ્યા બાદ હવે નિર્ણય લેવામાં વિલંબ થવા પામ્યો છે.

પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.
પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.

પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા રજુઆત
ગુજરાત સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સરકારી અને ખાનગી મળીને 1200 જેટલી અને રાજયમાં આશરે 30 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. નવા શિક્ષણ મંત્રીએ હજુ ચાર્જ સંભાળ્યો છે ત્યારે આગામી દિવસોમાં તેમનો સમય મેળવી મુલાકાત કરવામાં આવશે. આ સમયે પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ - ફાઈલ તસ્વીર
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ - ફાઈલ તસ્વીર

નવરાત્રી પૂર્વે શાળા શરૂ થઇ જશે
જયારે રાજકોટ સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે શિક્ષણ મંત્રીની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતે જવાના છે ત્યારે તેઓ નવી સરકાર અને નવા મંત્રી પાસે શિક્ષણ જગતને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરશે. જેમાં ખાનગી શાળાના શિક્ષકો માટે સન્માન અને સંવાદ તેમજ જુદી જુદી તાલીમ અંગે આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. આ સાથે ધો. 1થી 5ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ અંગે રજુઆત કરવામાં આવશે જે નવરાત્રી પૂર્વે શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી
ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી

રોટેશન મુજબ શિક્ષણ કાર્ય શરૂ
ઉલ્લેખનીય છે કે નવા શિક્ષણ મંત્રી દ્વારા ચાર્જ સાંભળ્યા બાદ આજથી તેમના વિભાગ સાથે બેઠકો કરી આ પરિસ્થિતિમાં ધો. 1 થી 5 નાં વર્ગોમાં રોટેશન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવા કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...