રાજકોટના બહુમાળી ભવન ચોકમાં આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મોટી સંખ્યામાં કર્મચારીઓ બેન સાથે એકઠા થયા હતા. કર્મચારીઓની એક જ માગણી છે કે, જૂની પેન્શન યોજના શરૂ કરો. તેમજ સરકાર જૂની પેન્શન યોજના શરૂ કરવાનો વાયદો આપશે તેનો જ સાથ આપીશું તેવું જણાવ્યું હતું. તેમજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા.
17 જૂન સુધી કર્મચારી સંપર્ક યાત્રાનું આયોજન
રાજકોટ કોર્પોરેશન મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતાના પ્રમુખ દિનેશ સદાસીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એના માટે 4થી 17 જૂન સુધી કર્મચારી સંપર્ક યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રાના આજે ચોથા દિવસે આ યાત્રા રાજકોટ આવી છે. અમારી તમામ માગણીઓ સરકારમાં પહોંચાડવા ટીમ OPS મહેનત કરી રહી છે. આ ટીમ ગુજરાતના મુખ્યમંત્રીએ અમારી માગણી પહોંચાડશે.
કોઈ પણ સ્ટેજ પર આંદોલન કરવા તૈયાર
દિનેશ સદાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ કર્મચારીઓ સંકલ્પપત્ર લેખિતમાં ભરી ટીમ OPSને સોંપી દીધા છે. જે સરકાર અમારી જૂની પેન્શન યોજનામાં સાથ આપશે તે સરકારની જ સાથે છીએ. ચાલુ સરકારની વિરૂદ્ધમાં પણ છીએ અને નવી આવનાર સરકાર પણ અમારો સાથ નહીં આપે તો તેમના વિરૂદ્ધમાં પણ કામ કરીશું. કર્મચારીઓને કોઈ પણ સંજોગોમાં જૂની પેન્શન યોજના આપવા માટે ટીમ OPS કટિબદ્ધ છે. કોઈ પણ સ્ટેજ પર આંદોલન આપવા અમારી ટીમ તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.