કાલે પાટીલ રાજકોટમાં:સમૂહલગ્નમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નરેશ પટેલ એક મંચ પર હાજર રહેશે કે નહીં તેના પર સૌની મીટ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સી.આર. પાટીલ અને નરેશ પટેલની ફાલ તસવીર. - Divya Bhaskar
સી.આર. પાટીલ અને નરેશ પટેલની ફાલ તસવીર.
  • શહેર ભાજપના સંગઠન હોદેદારો, કોર્પોરેટરો, સાંસદો, ધારાસભ્યો સાથે બેઠક યોજશે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતીકાલે બપોરના રાજકોટ આવી રહ્યા છે અને તેઓ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. પાટીલ બપોરે 3 વાગ્યે રાજકોટ આવી રહ્યા છે. સાંજે 6 વાગ્યે ભાજપના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા સંચાલિત ટ્રસ્ટના સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ અપાયું છે અને હવે પાટીલ અને નરેશ પટેલ એક જ મંચ પર એકસાથે ભેગા થાય છે કે કેમ, તેના પર સૌની નજર છે.

ભાજપના મિની કમલમની મુલાકાત લેશે
રાજકોટ એરપોર્ટથી સીધા 150 ફૂટ રિંગરોડ પર નવનિર્મિત ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે. સૌરાષ્ટ્રના ‘કમલમ’ સમાન આ કાર્યાલયનું કામકાજ ઝડપથી આગળ વધી રહેશે. બાદમાં તેઓ હેમુ ગઢવી મીની હોલ ખાતે રાજકોટ શહેર ભાજપના સંગઠન હોદેદારો, કોર્પોરેટરો, સાંસદો, ધારાસભ્યો સાથે બેઠક યોજશે. બાદમાં કાલે સાંજે 6થી 7.30 વાગ્યા સુધી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે યોજાનારા સમૂહલગ્નમાં હાજરી આપવાના છે અને તેઓ રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા, સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત શહેર ભાજપ પુરી ટીમ પણ હાજર રહેનાર છે.

પાટીલ-નરેશ પટેલ એક મંચ પર આવશે?
લાંબા સમયથી ખોડલધામના ચેરમેન તથા પાટીદાર નેતા નરેશ પટેલના રાજકીય આગમન અંગે ચર્ચા છે અને સતત સસ્પેન્સ બની રહ્યું છે. તે સમયે કાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના રાજકોટ આગમનમાં ખાસ કરીને રાદડિયા ટ્રસ્ટના સમૂહલગ્નના કાર્યક્રમમાં તેઓ હાજરી આપનાર છે અને આ કાર્યક્રમમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ હાજર રહેવાના છે. આથી બન્ને એક જ મંચ પર આવી શકે છે અને તેના તરફ રાજકીય મીટ છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, સમૂહલગ્નના લગભગ છ કલાકના આયોજનમાં પાટીલ 30 મિનિટ રોકાશે અને તે સમયમાં નરેશ પટેલ આવશે કે કેમ તેના પર સૌની નજર છે.

અન્ય સમાચારો પણ છે...