રાજકોટ:પોલીસે માર માર્યાના પ્રકરણમાં પાલ આંબલીયાએ DGPને પત્ર લખ્યો, ગુનો આચરનારને બચાવતા હોવાનો આક્ષેપ

રાજકોટ3 વર્ષ પહેલા
પાલ આંબલીયાએ ડીજીપીને લખેલો પત્ર
  • ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ DGPને પત્ર ઈ-મેઈલ કર્યો
  • પોલીસ કસ્ટડી દરમિયાન મને માર મારનાર અધિકારીઓ સામે ગુનો નોંધાવવો જ જોઇએ: આંબલીયા

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ DGPને પત્ર લખ્યો છે. થોડા દિવસ પહેલા કલેક્ટર કચેરીએ પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાથી પાલ આંબલીયા સહિત કોંગ્રેસના કાર્યકરો ડુંગળી, એરંડા, કપાસની બોરી લઇને કલેક્ટર કચેરીએ ગયા હતા. આથી પોલીસે પાલ આંબલીયા સહિત પાંચની ધરપકડ કરી હતી. બાદમાં પાલ આંબલીયાએ પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. માર મારનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવા બાબતે DGPને પત્ર લખ્યો છે. ગુનો નોંધાવો ફરજિયાત હોવા છતાં પોલીસ અધિકારીઓ ગુનો આચરનારને બચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે DGPને પત્ર લખીને ઈ-મેઈલ કર્યો છે.  

FRI દાખલ નહીં થાય તો મારે ઘરેથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવું પડશે

પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, હું એકલો ખેડૂત યાત્રા કરવાનો હતો અને આપ સમક્ષ આવવાનો હતો. મને યાત્રા કરતાં અને આપ સમક્ષ આવવા અટકાવવા માટે હોમ ક્વોરન્ટીન કરાયો હતો. આ સાથે જ કહ્યું કે મને યાત્રા કરતા અટકાવી શકો, પણ પોલીસ કસ્ટડી દરમિયાન મને માર મારનાર અધિકારીઓ સામે ગુનો નોંધાવવો જ પડે. જો ગુનો ન નોંધાય તો મને કારણો આપવા જોઈએ. ક્યાં કારણે ગુનો દાખલ નથી થયો એ જાણવાનો મને અધિકાર છે. જેથી મારે રજૂઆત કરવી છે. મારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મને સાંભળવામાં આવે. મને વીડિયો કોન્ફરન્સ માટે તારીખ અને સમય આપવામાં આવે. નહીંતર મજબૂરીમાં મારે એક વાહનમાં મોબાઈલ હોમ બનાવી એકલાએ આપ સમક્ષ રજૂઆત કરવા માટે આવવું પડશે. FRI દાખલ ન થાય તો મારે ઘરે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવું પડશે. તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...