તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન અખાત્રીજ:ગીની, દાગીનાનું ઓનલાઇન બુકિંગ થયું, મશીનનો વપરાશ વધવા લાગ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંશિક લોકડાઉનમાં રાજકોટવાસીઓએ અખાત્રીજે સોનાની ખરીદીનું મુહૂર્ત સાચવી લીધું છે.આ વખતે દુકાન બંધ હોવાને કારણે લોકો રૂબરૂ ખરીદી માટે જઈ શકે એમ નથી, પરંતુ મુહૂર્ત સાચવવા માટે ઓનલાઈન અથવા ફોન મારફતે બુકિંગ કરાવી લીધું છે અને જ્યારે દુકાન બધી રાબેતા મુજબ ખૂલશે ત્યારે ડિલિવરી મેળવશે. જ્યારે મર્યાદિત માણસોની લગ્નમાં જ મંજૂરી મળી છે. જેને કારણે લગ્નપ્રસંગ પાછા ઠેલાયા છે. જેથી જ્વેલરીની ખરીદી નહીંવત છે.

જોકે રોકાણકારોમાં ગીની, બિસ્કિટ, કાચું સોનું ખરીદવા માટેનું ચલણ યથાવત્ છે. તેમ જેમ્સ એન્ડ જ્વેલરીના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઇ પાટડિયા જણાવે છે. કોરોનાની મહામારીને કારણે બંગાળી કારીગરો વતન ચાલ્યા જતા હવે રાજકોટમાં હોમ મેડ જ્વેલરી બનવા લાગી છે.

રાજકોટમાં બેંગ્લ્સ, ચેઈન, બ્રેસલેટ, નેકલેસ વગેરે જ્વેલરી મશીનમાં બનવા લાગી છે. આ મશીન જર્મન પદ્ધતિથી કામ કરે છે. જે જ્વેલરી હાથેથી બનવામાં બે કે ત્રણ દિવસ લાગતા હતા તેના બદલે મશીનના વપરાશથી તે 24 કલાકમાં તેનું માસ પ્રોડક્શન થવા લાગ્યું છે.

માર્ચ 2020 થી માર્ચ 2021 સુધી જોઇએ તો સોનાની સૌથી વધુ ખરીદી ઓક્ટોબરથી ડિસેમ્બરમાં થઇ છે. જેનું પ્રમાણ 25 થી 30 ટકા હોવાનું વેપારી જણાવે છે. આ સિવાય મંદિરમાં ચડાવવા માટે સોના-ચાંદીના દાગીનાના ઓર્ડર પણ આખું વર્ષ રાજકોટની સોનીબજારમાં નોંધાયા છે. રાજકોટની સોનીબજારમા સોનાનું ઓનલાઈન ખરીદ-વેચાણ થવા લાગ્યું.

અન્ય સમાચારો પણ છે...