બેઠક:વિદ્યાર્થીઓની હાજરીના ડેટા તૈયાર કરવા આચાર્યોને ગાઈડલાઈન અપાશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બી.એડ.નો બિઝનેસ, યુનિવર્સિટીના કુલપતિએ આજે બી.એડ. કોલેજોના પ્રિન્સિપાલની મિટિંગ બોલાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઘેરબેઠાં બી.એડ. કરોના દૂષણનો પર્દાફાશ થયા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ 25મીએ તમામ બી.એડ. કોલેજોના ટ્રસ્ટીઓની બેઠક બોલાવી કેટલાક નિયમો ઘડ્યા હતા. હવે તારીખ 27 જુલાઈને બુધવારે બપોરે 3 કલાકે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજોના આચાર્યોની મિટિંગ બોલાવવામાં આવી છે.

ટ્રસ્ટીઓની બેઠકમાં જે નિર્ણય લેવાયા છે, જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેની ચુસ્ત અમલવારી કરવાની જવાબદારી જે તે કોલેજના આચાર્ય કે એડમિનિસ્ટ્રેટિવ અધિકારીની નક્કી કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીનો ડેટા દર 15 દિવસે કોલેજની વેબસાઈટ પર અપલોડ કરવા, વિદ્યાર્થીઓને કરાવવામાં આવતા પ્રાયોગિક કાર્યોની નોંધપોથી બનાવવા અંગે માર્ગદર્શન અપાશે.

કોલેજોના આચાર્યોની પણ મિટિંગ બોલાવવામાં આવી છે જેમાં દરેક આચાર્યએ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી કેમ પૂરવી, ઓનલાઈન ડેટા કેમ અપલોડ કરવો, નોંધપોથીમાં કઈ કઈ બાબતો સમાવવી સહિતની બાબતો અંગે આચાર્યોને જરૂરી સૂચના અપાશે.

અન્ય સમાચારો પણ છે...