એજ્યુકેશન:વિશ્વ સાયન્સ ફેસ્ટિવલમાં GTUના 2 સ્ટાર્ટઅપ, ડિફેન્સમાં મદદરૂપ થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નતાશા સ્ટાર્ટઅપથી માહિતી હેક નહીં કરી શકાય, સોલ જવાનો માટે લાભદાયી

તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સાઈબર સિક્યુરિટી સંબંધિત બનાવવામાં આવેલ નતાશા સિક્યોર ડિવાઈસ અને આઈઓટી કેટેગરીમાં સ્વાસ્થ સંબંધિત પગમાં પહેરવા માટે બનાવવામાં આવેલ અદ્યતન સોલના સ્ટાર્ટઅપને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંદર્ભે DRDO ટેક્નિકલ મેનેજમેન્ટના ડિરેક્ટર જનરલ ડૉ. એચ. બી. શ્રીવાસ્તવે ફેસ્ટિવલ દરમિયાન મુલાકાત લઈને જણાવ્યું હતું કે, ડિફેન્સ સેક્ટરમાં રાષ્ટ્રની સુરક્ષા સંબંધિત નીતનવા સ્ટાર્ટઅપની માંગ સમયાંતરે વધી રહી છે. જીટીયુ નિર્મિત આ પ્રકારના સ્ટાર્ટઅપ નેશનલ સિક્યુરિટીમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુ સ્ટાર્ટઅપકર્તાને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ કાર્યરત રહે છે. નતાશા સ્ટાર્ટઅપના ફાઉન્ડર મંદાર વાઘમારેએ જણાવ્યું હતું કે, પેન્ડામિક દરમિયાન વર્કફ્રોમ હોમના કારણોસર સાયબર સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતાં. માલવેર આધારિત ફ્રોડના કિસ્સામાં બહુ મોટો વધારો જોવા મળ્યો હતો. જેને રોકવા માટે નતાશા નામક થ્રેટ એનલાઝર ડિવાઈસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના થકી 65 લાખ માલવેર સંબંધિત વેબસાઈટની લિંકને બ્લૉક કરીને સાયબર સુરક્ષા પૂરી પાડે છે.

વિશેષમાં દેશની સુરક્ષા સંબંધિત અતિગુપ્ત માહિતીને હેકર્સ હેક કરી શકતાં નથી. ક્યુરાજ ઈન સોલ સ્ટાર્ટઅપના ફાઉન્ડર ડૉ.વિશ્વાલ પડોલેએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા નિર્મિત સોલ પગના દુખાવા, સંધિવા, હાડકાં સંબંધિત રોગ અને અકસ્માત દરમિયાન થયેલ ઈજામાં જલ્દી સ્વસ્થતા કેળવવામાં ખૂબ મદદરૂપ નિવડે છે. ખડેપગે રહેતા જવાનો માટે ફાયદાકારક છે.

અન્ય સમાચારો પણ છે...