તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક ચાન્સ:GTU 517 વિદ્યાર્થી માટે 17 ઓગસ્ટે ફરીથી પરીક્ષા લેશે, ટેક્નિકલ ખામીથી પરીક્ષા આપી શક્યા ન હતા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેટલાક વિદ્યાર્થીએ પાસવર્ડ લખવામાં ભૂલ કરી હતી

જીટીયુની મંગળવારે યોજાયેલી ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈજનેરીની પરીક્ષામાં પાસવર્ડ લખવામાં ભૂલ સહિતના ટેક્નિકલ કારણોથી પરીક્ષા નહીં આપી શકેલા 517 વિદ્યાર્થી માટે ફરીથી 17 ઓગસ્ટે પરીક્ષા યોજાશે. મંગળવારે 17902 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મંગળવારે સવારે ડિગ્રી ઈજનેરીની પરીક્ષા માટે કુલ 12980 વિદ્યાર્થી નોંધાયા હતા,જેમાંથી 12521 આપી છે. જ્યારે 459 વિદ્યાર્થીઓ ટેક્નિકલ કારણોસર પરીક્ષાથી વંચિત રહી ગયા છે. બીજી તરફ ડિપ્લોમાં ઈજનેરીમાં 3764 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 3616 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 148 પરીક્ષા આપી શક્યા ન હતા. પીજી ઈજનેરીની પરીક્ષામાં 1163 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1153એ આપતા 10 વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...