તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:GTUની ટીમે 1 લાખથી વધુની વણવપરાયેલી દવા‌ ઉઘરાવી જરૂરિયાતમંદ સુધી પહોંચાડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી મુક્ત થયેલા દર્દી પાસેથી દવા લઇ, વર્તમાન સંક્રમિતોને આપી

કોરોના મહામારીમાં કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડ્યું હતું. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના (જીટીયુ) નેશનલ સર્વિસ સ્કિમ (NSS) વિભાગ દ્વારા નિર્ણય લેવાયો જેમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓની વણવપરાયેલી દવાઓ જીટીયુ NSSના સ્વયંસેવકો દ્વારા ઉઘરાવીને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ડૉક્ટર મને ફાર્મસિસ્ટના માર્ગદર્શન હેઠળ વણવપરાયેલી દવાઓનું વર્ગીકરણ કરીને જીટીયુ NSSના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓ પહોંચાડવાની આ કામગીરી સરાહનીય છે.

આ સંદર્ભે જીટીયુ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડૉ. સંજય જોષીને જણાવ્યું હતું કે, જીટીયુ NSSના સ્વયં સેવકો દ્વારા કોરોનામુક્ત દર્દીઓની રૂપિયા 1 લાખથી વધુની વણવપરાયેલ દવાઓ‌ ઉઘરાવીને જીટીયુ ખાતે પહોંચાડવામાં આવી હતી. જેમાં એન્ટી પાયરોટિક , એન્ટી ઈન્ફ્રામેટીવ, એન્ટિબાયોટિક, ફેબીફ્લ્યૂ જેવી એન્ટીવાયરલ તેમજ મલ્ટી વિટામીનની દવાઓનો સમાવેશ થાય છે. ઉપયોગની અવધી પૂર્ણ થયેલ દવાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

જીટીયુના 142 યુનિટના 10000થી વધુ સ્વયં સેવકોએ આ નિર્ણયને સહર્ષ વધાવીને સહભાગી થયા હતાં. રાજ્યના 6 જુદાં-જુદાં ઝોન દ્વારા આ કાર્યને વહેચવામાં આવ્યું હતું. વર્ગીકૃત થયેલ દવાના જથ્થાને રાજ્યના આંતરીયાળ અને ટ્રાઈબલ વિસ્તારમાં તેમજ સેવાભારતીની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...