તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમનો કડક અમલ:GTUની કોલેજોને ફાયરનું ઓડિટ કરાવવાનો આદેશ, NOC ન ધરાવનાર સામે પગલાં લેવાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીટીયુ સાથે સંલગ્ન દરેક કોલેજને ફાયર સિસ્ટમનું ઓડિટ કરાવવાના આદેશ અપાયા છે. કારણ કે દરેક કોલેજે માન્યતા મેળવતી વખતે ફાયર એનઓસી મેળવેલું છે, પરંતુ તે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જાણવા માટે ફાયર ઓડિટ કરાવવાની સૂચના આપી છે.

જીટીયુએ કોલેજોને ફાયર એનઓસી મુદ્દે કોઇ બાંધછોડ ન કરવા જણાવ્યું છે. આ પહેલા ફાયર એનઓસીની મૂંઝવણ વિશે જીટીયુએ ઓનલાઇન સેમિનાર યોજ્યો હતો. ઘણી કોલેજો પાસે ફાયર એનઓસી છે, પરંતુ હાલમાં ફાયરની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જાણવું જરૂરી છે. જીટીયુ-વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું છે કે, દરેક કોલેજને ફાયર ઓડિટ કરાવવાની સૂચના આપી છે. એઆઇસીટીના નિયમ પ્રમાણે કોલેજની મંજૂરી સમયે જ ફાયર એનઓસી રજૂ કરવાનું હોય છે, પરંતુ હવે દરેક કોલેજોમાં ફાયર સિસ્ટમનું ઓડિટ થવું જરૂરી છે. તેથી એજન્સી પાસે ફાયર ઓડિટ કરાવવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...