ડિજીટલ ભારત:GTUએ 7 લાખ વિદ્યાર્થીના ડિગ્રી સર્ટિ. ડીજીલોકર પર મૂક્યા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષનો ડેટા અપલોડ કરનારી દેશની એકમાત્ર યુનિવર્સિટી

જીટીયુના વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મદદ મળે તે માટે ઈજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતના 40 કોર્સના 7 લાખથી વધુ વિદ્યાર્થીના 2011થી 2020 સુધીના સર્ટિફિકેટ ડીજીલોકર પર મૂક્યા છે. જેથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણેથી ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે, આ પ્રકારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરનારી જીટીયુ દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ સ્થાન મેળવ્યું છે.

જીટીયુના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. જીટીયુના કુલસચિવે કહ્યું હતું કે, આઈટી વિભાગના વડા કેયુર શાહ, પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસિયા સહિતની ટીમે કામગીરી હાથ ધરી એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, કમ્પ્યૂટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પીએચડી સુધીના અભ્યાસક્રમ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...