રજૂઆત:ઔદ્યોગિક ઉત્પાદનો પર જીએસટી દરની વિસંગતતા, વેપાર-ઉદ્યોગ પર વિપરીત અસર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ દર યથાવત્ અથવા તો ઘટાડીને રાહત આપવા ચેમ્બરની રજૂઆત

જીએસટીના અમલવારીના 5 વર્ષ બાદ પણ તેના દરની અમલવારીમાં વિસંગતતા છે. જેને કારણે વેપાર- ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે. ત્યારે જીએસટીના ટેક્સ દર એકસરખા રાખવા અને એકસમાન રાખવા માટે રાજકોટ ચેમ્બરે કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે.આ અંગે ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, તાજેતરમાં 47મી જીએસટી કાઉન્સેલિંગની બેઠકમાં જીએસટીની કાયદાકીય પ્રોસિજર અને વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોના દરમાં 12 ટકાની જગ્યાએ 18 ટકા વધારો કરવા માટે દરખાસ્ત કરી હતી.

અગાઉ કોરોનાની મહામારીની અસર, ભાવવધારાની અસરમાંથી વેપાર- ઉદ્યોગ હજુ બહાર આવ્યા નથી. તેવામાં જો હવે 12માંથી 18 ટકા કરવામાં આવશે ત્યારે વધારાનો એક ડામ લાગશે. આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે વેપાર ઉદ્યોગને રાહત આપવાની જગ્યાએ ટેક્સ દરમાં વધારો કરવો એક મરણ તોલ ફટકા સમાન છે.

જીએસટી કાઉન્સેલિંગ દ્વારા સબમર્સિબલ પંપ, સેન્ટ્રીફયુગલ પંપ, ડિપ ટ્યૂબવેલ ટર્બાઈન પંપ તથા બાઈસિકલ પંપ પર 12 ટકાના પ્રર્વતમાન દરમાં વધારો કરી 18 ટકા કરવાની દરખાસ્ત કરાયેલ છે. આવા 6 ટકા જેટલો સીધો વધારો કરવાથી ખેડૂતો, ગ્રાહકો તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પર વિપરીત અસર આવે છે. રાજકોટમાં મોટા ભાગના ઉદ્યોગો આ જ પ્રકારના આવેલા છે જેમાં સૌથી વધુ નાના એકમો છે. ત્યારે જીએસટીના ટેક્સ દર ઘટાડવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...