દરોડા:કેટરર્સના ધંધાર્થીઓ બાદ ભંગારના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તપાસ પૂરી થયા બાદ ટેક્સચોરી જાહેર નહિ કરીને ટેક્સચોરોને છાવરતું તંત્ર, રાજકોટના GSTના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા

ગત સપ્તાહે રાજકોટમાં કેટરર્સના ધંધાર્થીઓને ત્યાં એસજીએસટીના દરોડા પડ્યા હતા. હજુ તેની પ્રાથમિક તપાસ પૂરી થઇ છે. ત્યારબાદ ગુરુવારે રાજકોટમાં ભંગારના વેપારીઓને ત્યાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા છે. નોંધનીય છે કે કોઇ પણ સ્થળે તપાસ કે દરોડા પૂરા થાય ત્યારે સ્થળ પરથી જે ટેક્સચોરી પકડાઈ તે જ માત્ર જાહેર કરવામાં આવે છે, પરંતુ સાચું પરિણામ જાહેર કરવાને બદલે છુપાવીને રાખતું જીએસટી તંત્ર કરચોરોને છાવરતા હોવાનું કરદાતાઓમાં ફરિયાદ ઊઠી છે.

ગુરુવારે શરૂ થયેલી તપાસ શુક્રવારે પણ ચાલુ રહેશે તેવી સંભાવના છે. આ તપાસમાં ફરી એક વખત રાજકોટ એસજીએસટીની ટીમ ઊંઘતી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. સતત બીજીવાર આવ્યું બન્યું છે. ગુરુવારે સવારથી જ જીએસટીની ટીમે રાજકોટમાં અલગ- અલગ વિસ્તારમાં રહેતા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભંગારના વેપારીઓ રોકડેથી વ્યાપાર કરતા હતા અને જે વેપાર થાય તેનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા.

એટલું જ નહિ કેટલોક માલ રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા અને બીજા રાજ્યમાં મોકલવામાં આવતો ત્યારે ઈ-વે બિલ પણ જનરેટ કરતા નહોતા. આ રીતે ટેક્સચોરી ઘણા લાંબા સમયથી થતી હતી. જે આખરે જીએસટીના ધ્યાને આવતા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ રાજ્યભરમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે તપાસ ચાલુ થઈ ગઈ હોવાને 20 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં ટેક્સચોરોના નામ જાહેર કરવામાં જીએસટીના તપાસનીશ અધિકારીઓએ મૌન સેવી લીધું હતું. જોકે આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...