કામગીરી:શાપર- મેટોડાના ઔદ્યોગિક એકમો પર GSTના દરોડા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોચિંગ કલાસ પર તપાસ બાદ કારખાનાઓ પર જીએસટીની ટીમ ત્રાટકી

ચાર દિવસ પૂર્વે રાજકોટ સહિત રાજ્યભરમાં કોચિંગ કલાસ પર જીએસટીની ટીમે દરોડા પાડયા હતા. હજુ તેની તપાસ ચાલુ છે ત્યાં રાજકોટમાં ઔદ્યોગિક એકમો પર જીએસટીની ટીમે તપાસ હાથ ધરી છે. જો કે કોચિંગ કલાસમાં જે ગેરરીતિ પકડાઈ છે તેનો રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવશે.આ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શાપર અને મેટોડામાં આવેલા ઔદ્યોગિક એકમો પર તપાસ કરાઈ હતી. જો કે બોગસ બિલિંગ સંદર્ભે આ તપાસ કરવામાં આવી હોવાની ચર્ચા છે. પરંતુ દરેક વખતની જેમ તપાસ ચાલુ છે તેમ કહીને કરચોરોના નામ જાહેર કરવામાં મગનું નામ મરી નથી પાડતા.

જો કે શુક્રવારે શરૂ થયેલી તપાસ સોમવાર સુધી ચાલે તેવી સંભાવના છે. જેને ત્યાં તપાસ હાથ ધરાઈ છે તેને ટેકસ કેટલો ભર્યો, તેની આવક કેટલી હતી તે સહિતના મુદે તપાસ હાથ ધરી છે. તેમજ જેને ત્યાં તપાસ કરાઈ છે. તેની સાથે જે કોઈ પેઢીએ વ્યવહારો કર્યા છે તેના નામની યાદી તૈયાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેઓને ત્યાં પણ ક્રોસ વેરિફિકેશન હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...