કરોડોની ટેક્સચોરી ખૂલી:અડધો ડઝન ધંધાર્થી પર GSTના દરોડા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં ગુરુવારે એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ભંગાર- લોખંડનો વેપાર કરતી અડધો ડઝન પેઢીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત સુધીમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે.

તેમજ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં સાહિત્ય, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમજ પ્રાથમિક તપાસમાં એવું અનુમાન નીકળ્યું છે કે, જેને ત્યાં તપાસ કરવામાં આવી છે તે પેઢી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. બોગસ બિલ બનાવીને ટેક્સચોરી કરતી હતી.

કુલ 6 પેઢીમાં દરોડા પાડવામાં આવતા કરચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તેઓ પોતાના વ્યવહારો સગેવગે કરવામાં લાગી ગયા હતા. જોકે હજુ સ્થળ પરની તપાસ ચાલુ છે. તેથી ટેક્સચોરીનો આંક વધવાની શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...