કોરોનાકાળ બાદ ધંધા રોજગારનો ધમધમાટ ફરી રાબેતા મુજબ શરૂ થઇ રહ્યો છે ત્યારે ધંધાકીય યુનિટો દ્વારા બોગસ બિલિંગ સંલગ્ન ગેરરીતિઓનું પ્રમાણ પણ વધી રહ્યું હોય તેવા ઘાટ વચ્ચે સેન્ટ્રલ જીએસટી વિભાગે ચુસ્ત ચેકિંગનો દોર શરૂ કર્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ, જામનગર અને ભાવનગરના 13 સ્થળે જીએસટી વિભાગે દરોડા પાડતા ગેરરીતિ કરનારા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.
સ્ટેટ જીએસટી વિભાગના સંયુક્ત કમિશનરની સૂચનાથી રાજકોટ, જામનગર અને ભાવનગરમાં અલગ અલગ 13 સ્થળે ઘનિષ્ટ તપાસનો દોર શરૂ કરાતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. ખાસ કરીને લોખંડ અને બ્રાસપાર્ટના વેપારીઓ શંકાના દાયરામાં હોય તેવા યુનિટોમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ વડી કચેરી અમદાવાદની સૂચના બાદ શરૂ કરવામાં આવી છે તેવું કહી સ્થાનિક અધિકારીઓએ કરચોરોની વધુ વિગતો મુદ્દે મગનું નામ મરી પાડ્યું ન હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 4, ભાવનગરમાં 2 અને જામનગરના 7 ધંધાર્થીને ત્યાં ઘનિષ્ટ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જે યુનિટોમાં તપાસ કરવામાં આવી રહી છે તેની સાથે વ્યવહારો કરનારાઓનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.