લોકડાઉન 4.0:રાજકોટમાં પાન, બીડી, તમાકુનાં 19 જથ્થાબંધ વેપારીઓને ત્યાં GSTના દરોડા, ભાવનગરમાં તમાકુ લેવા નાના વેપારીઓની લાઇન

ભાવનગર3 વર્ષ પહેલા
ભાવનગરમાં નાના વેપારીઓએ તમાકુ લેવા લાંબી લાઇન લગાવી
  • ભાવનગરમાં ભાવ ટુ ભાવ તમાકુનું વેચાણ વેપારીઓ કરે છે
  • કાળાબજારને નાથવા હોલસેલ વેપારીએ રીટેઈલ વેચાણ શરૂ કર્યું

રાજકોટ શહેરમાં પાન, બીડી, તમાકુનાં 19 જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા વિભાગે GSTના અધિકારીઓને સાથે રાખીને આ દરોડા પાડ્યા છે. બીજી તરફ ભાવનગરમાં વહેલી સવારથી જ તમાકુની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં નાના વેપારીઓની લાંબી લાઈનો લાગી હતી. 

તંત્રના સહકારથી સોશિયલ ડિસ્ટન્સ સાથે MRP મુજબ વેચાણ શરૂ કર્યું 

લોકડાઉન શરૂ થયુ ત્યારથી આજ સુધી ભાવનગરમાં ગુટકા, તમાકુ, બીડી, સિગારેટમાં જગજાહેર રીતે ધૂમ કાળાબજાર થતું હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠી હતી. ત્યારે છેલ્લાં બે-ચાર દિવસથી તંત્રએ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે અને દંડ સહિતની કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ નાના વેપારીઓ તમાકુની ખરીદી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે હોલસેલ વેપારીઓએ પોલીસ અને તંત્રનો સહકાર લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે લાઈન ગોઠવી MRP મુજબ વેચાણ શરૂ કર્યુ છે.

કાળાબજારને નાથવા હોલસેલ વેપારીએ રીટેઈલ વેચાણ શરૂ કર્યું 

તમાકુના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે ઘણા વેપારીઓએ હજુ દુકાન ખોલી નથી અને બજારમાં કાળાબજાર થતાં હોય ત્યારે અમે હોલસેલ વેપારી હોવા છતાં રીટેઈલમાં વેચાણ શરૂ કર્યું છે. આમ કાળાબજારને નાથવા હોલસેલ વેપારીએ રીટેઈલ વેચાણ શરૂ કર્યું છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...