અધિકારીઓની કામચોરી પકડાઈ:રાજકોટ અને જામનગરમાં જીએસટીની તપાસ ચાલુ રહી, કરોડોની કરચોરી પકડાઈ છતાં જાહેર કરવામાં તંત્રનું મૌન

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એસજીએસટી વિભાગે રાજકોટ, જામનગર અને ભાવનગર ખાતે હાથ ધરેલી તપાસ સતત ત્રીજા દિવસે ચાલુ રહી હતી. અત્યાર સુધીની તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાઈ છે. આમ છતાં તંત્ર તે જાહેર કરવામાં મગનું નામ મરી પાડતું નથી. સ્થળ પરથી દસ્તાવેજો ,સાહિત્ય મળી આવ્યા છે તે કબજે કરવામાં આવ્યા છે. આ તપાસમાં કરચોરીની સાથે- સાથે જીએસટીના કર્મચારી અને અધિકારીઓની કામચોરી પકડાઈ છે.

બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઈન્ડે ખોટા દસ્તાવેજો રજૂ કરી દીધા હોવા છતાં તેને જીએસટી નંબર મળી ગયા હતા. અને મહત્ત્વની વાત એ છે કે, આ બાબતનો ખુલાસો સ્થળ પરની તપાસ દરમિયાન થયો હતો. કુલ 13 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી અડધો ડઝનથી પણ વધુ પેઢી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હોવાનું ખુલ્યું હતું.

જ્યાં પેઢી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી ત્યાં તપાસ માટે જનારા અધિકારીઓને ધક્કો થયો હતો અને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું જેને કારણે આ તપાસ ટોક ઓફ ધી સૌરાષ્ટ્ર બની છે. આ બોગસ બિલિંગ કૌભાંડમાં વેપારીઓએ ખોટી વેરાશાખ લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જે આગામી દિવસોમાં બહાર આવશે. નંબર મેળવતી વેળાએ જે ઘરના એડ્રેસ આપવામાં આવ્યા છે તે સ્થળ પર પહોંચીને અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...