અધિકારીઓમાં દોડધામ:GSTની તપાસમાં ન મળેલા ચારનો પત્તો લાગ્યો, 7 વેપારીની શોધખોળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15 દિવસ પહેલા 13 વેપારીને ત્યાં જીએસટીના દરોડા પડ્યા હતા, માત્ર બે જ વેપારીઓના એડ્રેસ સાચા નીકળ્યા હતા

રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 15 દિવસ પહેલા એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. કુલ 13 સ્થળે તપાસ કરી હતી. જેમાંથી માત્ર 2 જ વેપારીના સરનામા સાચા નીકળ્યા હતા. જ્યારે બાકીના એડ્રેસ ખોટા નીકળતા કોઇની ભાળ મળી નહોતી. 15 દિવસ બાદ જીએસટીના અધિકારીઓને 4 વેપારીનો પત્તો લાગ્યો છે. બાકીના વેપારીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે વેપારીઓના એડ્રેસ મળ્યા છે તેને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો, શંકાસ્પદ સાહિત્ય મળી આવતા તેને કબજે લેવામાં આવ્યા છે.

આ અંગે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ 15 દિવસ પહેલા તપાસ દરમિયાન વેપારીઓ નહિ મળતા આ મુદ્દો વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નિયમ મુજબ નવો જીએસટી નંબર આપતી વેળાએ સ્થળ પર જઈને તપાસ કરવાની હોય છે, પરંતુ આ પ્રકરણમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે વેપારીઓએ રજૂ કરેલા સરનામા ખોટા નીકળ્યા હોવાનું ખૂલતા અધિકારીઓની આળસ પણ પકડાઈ હતી.

આખરે પોતાની ભૂલ પોતાને જ ભારે પડતા સ્થાનિક અધિકારીઓમાં દોડધામ મચી હતી અને 15 દિવસની જહેમત બાદ ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરનારના આધાર-પુરાવા ભેગા કરીને ત્યાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ હજુ બે દિવસ લાંબી ચાલે તેવી શક્યતા છે. જેને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓના વ્યવહારની ચકાસણી શરૂ કરવામાં આવી રહી છે. જેની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...