તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • GST Has To Wait For 20 Days To Get A New Number, Address Proof And Consent Form Is Not Submitted Properly 50% Of Applications Are Rejected

નાગરિકોને હાલાકી:GSTમાં નવો નંબર મેળવવા 20 દિવસ રાહ જોવી પડે છે, એડ્રેસ પ્રૂફ અને સહમતીપત્રક યોગ્ય રીતે રજૂ નહીં થતા 50% અરજી થાય છે રદ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભૂલ સુધારીને ફરી વખત અરજી કરાય ત્યારે કેસ બીજા અધિકારી પાસે જતા રહેતા નવી ક્વેરી નીકળે છે

નવો વ્યવસાય શરૂ કરવા માગતા વેપારી, વ્યકિતને જીએસટીનો નંબર મેળવવામાં લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક કિસ્સામાં અરજી કર્યા બાદ 20 દિવસ સુધી નવો નંબર મળે તેની રાહ જોવી પડે છે. એક વખત અરજી કર્યા બાદ તેમાં નીકળેલી ભૂલ સુધારીને બીજી વખત અરજી કરવામાં આવે તો તે અરજી કોઈ નવા અધિકારી પાસે પહોંચી જાય છે જેને કારણે ફરી નવી ક્વેરી નીકળે છે આમ, નવો નંબર મેળવવામાં અરજદારને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જીએસટીના ગૂંચવણભર્યા નિયમથી અરજદારોમાં નિયમ સામે કચવાટ જોવા મળે છે.

જીએસટી નંબર માટે મોટાભાગના અરજદારોની અરજી રદ થવાના મુખ્યત્વે આ ત્રણ કારણો છે
1 અરજદારો જે અરજી કરે તેમાં નિયમનું પાલ થતું નથી. કેટલાક કિસ્સામાં એડ્રેસ નથી હોતું તો કેટલાક કિસ્સામાં જવાબદાર વ્યકિતની જવાબદારી ફિકસ નથી થતી હોતી.
2 ભાડાની જગ્યા પર જ્યારે વ્યવસાય કરવામાં આવે છે તો એવા સંજોગોમાં ભાડા કરાર, લાઈટ બિલ વગર અરજી કરી દેવામાં આવે છે તેથી અરજી રદ કરવી પડે છે.
3 જ્યારે પિતાની માલિકીની જમીન પર દીકરો વ્યવસાય કરવા માંગતો હોય છે ત્યારે પિતાની સહમતી લેવી જરૂરી છે અને આ માટે એક અરજી કરવાની હોય છે. પરંતુ આ માટેનું ફોર્મેટ યોગ્ય રીતે રજૂ થતું નથી. આવા કિસ્સામાં પિતા-પુત્ર બન્નેની સહી અને ફોટો આપવાનો થતો હોય છે.

બે વાર અરજી કરી, બન્ને વખત તંત્રે અલગ અલગ ક્વેરી કાઢી
રાજકોટમાં કન્સટ્રકશનનો વ્યવસાય શરૂ કરનાર અરજદારના પોર્ટલ પર આધાર અને અન્ય ડોક્યુમેન્ટ વગેરે વેરિફાઈડ થઇ ગયા. જ્યારે અરજદાર રૂબરૂ ગયા તો તેને એવો જવાબ મળ્યો કે, તમે ઓથોરાઈઝડ પર્સન નથી. આ કવેરી સોલ્વ કરીને બીજી વાર અરજી કરી તો તેને એવો જવાબ મળ્યો કે તમારા વ્યવસાયનું એડ્રેસ પ્રૂફ રજૂ કરો.આ સિવાય તેના રહેણાંકના એડ્રેસને લઇને પણ કવેરી કાઢવામાં આવી હતી.

બોગસ બિલિંગ અટકાવવા માટે રહેણાકના પુરાવા માગવા પડે છે
મોરબી, ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડના અનેક કિસ્સા સામે આવ્યા. કેટલીક અરજી એવી હોય છે કે, અરજદાર રાજકોટ રહેતો હોય અને તે ભાવનગરમાં વ્યવસાય શરૂ કરવા માંગતો હોય છે, અરજીમાં જવાબદાર વ્યકિતનું નામ- સરનામું હોતું નથી. જેથી બોગસ બિલિંગ કૌભાંડ થતું હોય છે ત્યારે તકેદારીના ભાગરૂપે વ્યકિતના રહેણાક અને ધંધાકીય એડ્રેસનો આગ્રહ રખાય છે.
> વિશાલ મોચી, આસિસ્ટન્ટ કમિશનર, જીએસટી

અન્ય સમાચારો પણ છે...