તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજકોટમાં ખાદ્યતેલના ભાવ વધારા અંગે GSEOSAના પ્રમુખનો કેન્દ્રીય મંત્રીને પત્ર, લખ્યું- આયાત જકાત ઘટાડવાને બદલે GSTમાં કાપ મુકવો જરૂરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહની ફાઈલ તસ્વીર
  • તહેવાર સમયે તેલના ભાવ વધતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

છેલ્લા કેટલાંક સમયથી વધતા તેલના ભાવો સામાન્ય જનતાની કમર તોડી નાંખી છે એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને સાથે તેલના ભાવમાં પણ સતત ભાવ વધી રહ્યા છે. જેને પગલે રાજકોટમાં આજે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે,આયાત જકાત ઘટાડવાને બદલે GSTમાં કાપ મુકવો જરૂરી છે.

ભાવ ઘટાડી ગ્રાહકોને રાહત આપવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,GST કાપ મુકવાથી જ ગ્રાહકોને ફાયદો થશે. હાલ ખાદ્યતેલો પર 5 ટકા GST છે. જે સરેરાશ ડબ્બા પર 100થી 130 જેટલો છે. સરકાર તેલના ભાવ ઘટાડી ગ્રાહકોને રાહત આપવા માંગતી હોય તો GST 5 ટકા ઘટી 2થી 2.5 ટકા કરવા સમીર શાહે પત્ર લખી માંગ કરી છે. ક્રુડ પામોલીન ઓઈલ પર આયાત ડયુટી ઘટાડયા પછી થોડા મહીના પહેલાં પામોલીયન તેલના જથ્થાબંધ દર રૂા.122 પ્રતિ કિલોથી વધીને રૂા.125 પ્રતિ કિલો થયા હતા. સરકારે આવક ગુમાવી અને ગ્રાહકોને સસ્તુ તેલ મળ્યુ નહિં.

સરકારે આવક ગુમાવી અને ગ્રાહકોને સસ્તુ તેલ મળ્યુ નહિં - પ્રતીકાત્મક તસ્વીર
સરકારે આવક ગુમાવી અને ગ્રાહકોને સસ્તુ તેલ મળ્યુ નહિં - પ્રતીકાત્મક તસ્વીર

ભારતનાં ગણ્યા ગાંઠયા આયાતકારોને જ લાભ થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે તહેવાર સમયે તેલના ભાવ વધતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે ખાદ્યતેલનાં ભાવમાં 70 ટકા ભાવ વધ્યા છે. ભાવ ઘટાડવા કેન્દ્ર સરકરે પામોલીયન અને સોયાબીન તેલમાં આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનાથી ખાસ્સો ફરક પડયો નથી.કેન્દ્ર સરકારે આયાત જકાત ઘટાડવા છતાં ભાવ ઘટવાને બદલે ભાવ સતત વધી રહ્યા છે. હાલ તેલને ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયો છે.સરકારને આવક વધી નહી અને ગ્રાહકોને પણ કોઈ ફાયદો નથી થયો.પરંતુ માત્ર વિદેશી વેપારીઓ અને ભારતનાં ગણ્યા ગાંઠયા આયાતકારોને જ લાભ થઈ રહ્યો છે.

વેપારીઓને ખાદ્યતેલ પર ચોખ્ખો નફો મળતો નથી
બીજી બાજુ અન્ય દેશનાં ખેડુતો અને વેપારીઓ અને ભારતના મુઠ્ઠીભર આયાતકારોને ફાયદો થયો. કોઈપણ ઉત્પાદક પેકર કે વેપારીઓને ખાદ્યતેલ પર ચોખ્ખો નફો મળતો નથી. હકીકતમાં ભાવ વધારાને કારણે તેમાનાં મોટાભાગનાંને મુડી અછતનો સામનો કરવો પડે છે. એક 15 કે.જી. ખાદ્યતેલના ડબ્બાની કિંમત રૂા.2000 થી 2600 સુધીની છે. તેના પર GST રૂા.100 થી 130 પ્રતિ ટીન લાગે છે.ત્યારે વેપારીઓને અંદાજે 20થી 30 પ્રતિ ટીન તેમજ વધુમાં વધુ રૂા.50 મળે છે.