માંગ:રાજકોટમાં GSEOSAના પ્રમુખનો નાણામંત્રીને પત્ર, લખ્યું: મીની ઓઇલ મિલોને GSTના દાયરામાં સમાવેશ કરવામાં આવે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કેટલાક યુનિટ કોઇ પણ પ્રકારનો GST સરકારને ભરતા નથી : સમીર શાહ

રાજકોટમાં GSEOSAના પ્રમુખ સમીર શાહે રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇને પત્ર લખી મીની ઓઇલ મિલોને GSTના દાયરામાં લાવવા અપીલ કરવા લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમારૂ એસોસીએશન સ્વદેશી તેલીબીયાનું પીલાણ કરી ખાદ્યતેલ ઉત્પન કરતા યુનિટોનું છે. છેલ્લા થોડા વર્ષોથી સરકારની સાનુકુળ નીતિથી આ ઉદ્યોગ આપણા રાજયમાં સતત વિકસી રહ્યો છે. અને નાના મોટા ઘણા નવા યુનિટ રાજયમાં સ્થપાઇ રહ્યા છે.

કોઇ પણ પ્રકારનો GST સરકારને ભરતા નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા યુનિટોમાં કેટલાક ખૂબ ક્રશિંગ નાના યુનિટ કે જેને મીની ઓઇલ મીલ કહે છે તે ઘણી મોટી માત્રામાં ચાલુ થયા છે. આમાના કેટલાક યુનિટો જાણતા અજાણતા GSTના દાયરામાં આવેલ નથી અને કોઇ પણ પ્રકારનો GST સરકારને ભરતા નથી. જેનાથી સરકારને ભરતા નથી. જેનાથી સરકારની આવક પણ ઘટે છે ને પ્રમાણિક પણે ચાલતા મોટા યુનિટ ને હરીફાઇનો સામનો કરવો પડે છે.

મીની ઓઇલ મીલોને GSTના દાયરામાં સમાવવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દરેક વ્યકિતને પોતાની રીતે નાનો મોટો ઉદ્યોગ ચલાવવાનો અધિકાર છે. આવા યુનિટો ચાલુ રહે તેમાં અમારો કોઇ વિરોધ નથી. માત્ર આવી મીની ઓઇલ મીલોને GSTના દાયરામાં લાવવા સરકારી મશીનરી, સમજાવટથી સેમિનાર કરી પ્રયત્ન કરશે તો તેઓ ચોકકસ કાયદાથી વાકેફ થશે અને સહકાર પણ આપશે.