નિવેદન:રાજકોટમાં ખાદ્યતેલ પર સ્ટોક મર્યાદા થતા ભાવ ઘટાડવા અંગે GSEOSAના પ્રમુખે કહ્યું: સમય સાથે ભાવમાં તફાવત આવે તેવી શકયતા છે

રાજકોટ6 મહિનો પહેલા
GSEOSAના પ્રમુખ સમીર શાહ
  • મગફળીની આવક વધી છતાં તેલના ભાવમાં દૈનિક વધારો, ત્રણ દિવસમાં રૂપિયા 40 વધ્યા

કેન્દ્ર સરકારે લાગુ કરેલા ખાદ્યતેલ સ્ટોક મર્યાદા અંગે રાજ્ય સરકરે સ્ટોક મર્યાદા બહાર પાડી છે. જે મામલે GSEOSAના પ્રમુખ સમીર શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 4 ફેબ્રુઆરી 2022ના જ કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. ખાદ્યતેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર આધારિત છે. તુરંત સમય સાથે ભાવમાં તફાવત આવે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મગફળીની આવક વધી રહી છે. આમ છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સિંગતેલમાં રૂ.40નો વધારો આવ્યો છે.

સરસવ તેલમાં નરમ વલણ જોવા મળે છે
બુધવારે સિંગતેલના ભાવમાં રૂ.10નો વધારો આવતા તેનો ભાવ રૂ.2420 થયો હતો. જ્યારે કપાસિયાનો ભાવ હવે રૂ.2400 એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું રહ્યું છે. જોકે સરસવમાં નવી સિઝન શરૂ થવાની તૈયારી છે. જેને કારણે વેપારીઓ અને સંગ્રહખોરો જૂનો માલ વેચવા માટે કાઢી રહ્યા છે. સામે લેવાલી નથી. જેને કારણે સરસવ તેલમાં નરમ વલણ જોવા મળે છે. બુધવારે સરસવ તેલમાં રૂ.100નો ઘટાડો આવ્યો હતો. જેને કારણે સરસવ તેલનો ડબ્બો રૂ.2530 નો થયો હતો.

ઈમ્પોર્ટ તેલની ડ્યૂટીમાં સતત વધારો
આ સિવાય જોઈએ વનસ્પતિ ઘીમાં રૂ.20, કોર્ન ઓઇલમાં રૂ.50, સન ફ્લાવર તેલમાં રૂ.30નો ભાવવધારો આવ્યો હતો. જોકે ભાવવધારા માટે વેપારીઓ ઈમ્પોર્ટ તેલની ડ્યૂટીમાં સતત વધારો, તેની ઓછી આવક સહિતના પરિબળોને જવાબદાર ગણાવે છે. સતત ભાવ વધી રહ્યા છે. જેને કારણે લોકો બારેમાસ તેલ ભરવાનું ટાળે છે અને જરૂર પૂરતી ખરીદી કરવા મજબૂર બન્યા છે.