તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગ બજારનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટની બજારમાં લોકોના ટોળા, સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, પોલીસ બંદોબસ્તની વાત કાગળ પર, છેલ્લી ઘડીએ ઘરાકી નીકળતા વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો

રાજકોટ13 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટની પતંગ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું. - Divya Bhaskar
રાજકોટની પતંગ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું.
  • સદર બજારમાં મોટાભાગના ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યાં
  • છેલ્લી ઘડીએ ઘરાકી સારી નીકળતા મોટાભાગનો માલ ખલાસ થઈ ગયોઃ વેપારી
  • પતંગ રસિયાઓ ગો કોરોના ગો લખાણવાળી પતંગોની માગ વધારે કરી રહ્યા

મકરસંક્રાંતિના આડે હવે માત્ર એક રાત જ છે. ત્યારે રાજકોટમાં સદર બજારમાં ભરાતી પતંગ બજારમાં DivyaBhaskarની ટીમ પહોંચી હતી. બજારમાં લોકો છેલ્લી ઘડીએ ઉમટી પડ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લોકોના ટોળેટોળા ઉમટતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રાત્રે 10 વાગ્યે કર્ફ્યૂ હોવાથી 9 વાગ્યે દુકાનો બંધ થઈ જતી હોય છે. ત્યારે લોકો આજે સાંજે જ પતંગ અને દોરાની ખરીદીમાં નીકળી પડયા છે. સદર બજારમાં લોકોના ટોળા ભેગા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તે માત્ર કાગળ પર વાત થઇ હોવાનું જોવા મળ્યું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લી ઘડીએ ઘરાકી નીકળતા જીવમાં જીવ આવ્યો છે.

પતંગ બજારમાં કીડયારૂ ઉભરાય તેમ લોકો ઉમટ્યા
પતંગ બજારમાં કીડયારૂ ઉભરાય તેમ લોકો ઉમટ્યા

વેપારીઓએ પણ દર વર્ષ કરતાં આ વર્ષે 50 ટકા ઓછો માલ ભર્યો
બીજી તરફ વેપારીઓએ પણ દર વર્ષ કરતાં આ વર્ષે 50 ટકા ઓછો માલ ભર્યો છે. રાજધાનીના દોરાના વેપારી રાજુભાઈ જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારના નિયમોને લઈ કંઈ રીતે ઘરાકી રહેશે તે સમજ નહોતી પડતી. પરંતુ છેલ્લી ઘડીએ ઘરાકી સારી નીકળતા મોટાભાગનો માલ ખલાસ થઈ ગયો છે. પરંતુ કોરોનાની મહામારીમાં લોકો દો ગજ કી દૂરી ભૂલ્યા અને પોલીસ બંદોબસ્ત રાખવાની વાત હતી તે માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સદર બજારમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે.

રાજકોટની સદર બજારનો સાંજનો માહોલ.
રાજકોટની સદર બજારનો સાંજનો માહોલ.

પતંગ રસિયાઓ પણ હાલ કોરોનાની પતંગોની માગ વધારે કરી રહ્યા છે
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ વર્ષે મકસંક્રાંતે બજારોમાં કોરોના પતંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગો કોરોના ગો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો જેવા લખાણ સાથેની પતંગો હાલ રાજકોટની બજારોમાં જોવા મળી રહી છે. જ્યારે પતંગ રસિયાઓ પણ હાલ કોરોનાની પતંગોની માગ વધારે કરી રહ્યા છે.

છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી.
છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી.

20થી 50 રૂપિયા પતંગના પંજાનો ભાવ
રાજકોટની સદર બજારમાં વર્ષોથી પતંગના વેપાર સાથે સંકળાયેલા રાજુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે કોરોનાની પતંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે ગ્રાહકો પણ કોરોનાની પતંગ ઉડાડવા માટે ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. દુકાને આવતા ગ્રાહકો પણ એમ કહીને પતંગ માગી રહ્યા છે કે, વિશ્વમાંથી હવે કોરોના જાય તેવા ઉદેશ સાથે ગો કોરોના ગો પતંગ અમે ચગાવશું. આ વર્ષે પતંગના પંજાનો ભાવ 20થી 50 રૂપિયા રાખવામાં આવ્યો છે.

મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યાં
મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યાં

ગ્રાહકોમાં પણ ગો કોરોના ગો પતંગનો ક્રેઝ
વિજયભાઈ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, હું દર વર્ષે સદર બજારમાં જ ખરીદી કરવા આવું જ છું. આ વર્ષે કોરોનાના પ્રિન્ટવાળી પતંગો બજારમાં આવી છે એટલે હું પણ આવી જ પતંગ ખરીદીશ અને ગો કોરોના ગો લખાણવાળી પતંગ ચગાવીને કોરોનાને ભગાવીશું. ગો કોરોના ગો પતંગ ઉડાડીને દેશમાંથી કોરોના જતો રહે તેવો અમારો આગ્રહ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser