તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોના ઓળંગ્યો શહેરના સીમાડા, ફ્રાંસથી મુંજકા આવેલા 36 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા 7000ની વસ્તીવાળા ગામમાં ફફડાટ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પોઝિટિવ કેસ આવતા જ ગામમાં સન્નાટો છવાઇ ગયો
  • સરપંચે કહ્યું ભાઈ આવ્યા ત્યારથી ક્વોરન્ટીન જ છે, ફેમિલી પણ કોઇના સંપર્કમાં આવ્યું નથી

જીગ્નેશ કોટેચા, રાજકોટ:  કોરોના જેવો ભયાનક રોગ હવે શહેરના સીમાડા ઓળંગી ગામડા તરફ સરક્યો છે. રાજકોટની જ વાત કરીએ તો રાજકોટના યુનિવર્સિટી પાસે આવેલા મુંજકા ગામમાં 3૬ વર્ષીય યુવાનને પોઝિટિવ રિપોર્ટ આવતા સાત હજારની વસ્તી ધરાવતું મુંજકા ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પોઝિટિવ કેસ આવતા જ ગામના લોકો હવે ઘરની બહાર પગ મુકવા તૈયાર નથી. ગામમાં સન્નાટો છવાઇ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

યુવાન જ્યોતિ સી.એન.સી.માં નોકરી કરે છે
જ્યોતિ સી.એન.સી. નામની કંપનીમાં કામ કરતા 36 વર્ષીય યુવાન વ્યવસાયના કામ માટે ફ્રાન્સ ગયો હતો. જેમાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. આ યુવાન મુંજકા ગામનો રહેવાસી છે. પરંતુ તેની તબીયત ખરાબ હોવાનું તેને જાણવા મળતાં તે જાતે જ ઘરમાં રહેતો હતો. સાથે પરિવારના સભ્યો પણ ઘરમાં જ રહેતા હતા અને સામે ચાલીને તે દવાખાને પણ ગયો હતો.  મુંજકા ગામના સરપંચ જયેશ જાદવે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે પુરુષને કોરોના વાઇરસ છે તે અને તેના પિરવારજનો તેમના પત્ની અને પુત્ર ઘણા સમયથી ઘરમાં જ હતા. છતાં પણ આરોગ્યની ટીમ સહિત અમે લોકો પણ ચકાસણી કરી રહ્યા છીએ કે તે કોઇના સંપર્કમાં આવ્યા હતા કે નહીં.  હાલ આ નાના એવા ગામમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા છે તે સિવાય પોલીસનું સતત પેટ્રોલીંગ પણ ચાલી રહ્યું છે અને ગામમાં સજ્જડ બંધ નું વાતાવરણ દેખાઈ રહ્યું છે

ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
ગામવાસીઓને પણ અપીલ કરી છે કે જો કોઈના સંપર્કમાં આવ્યા હોય તો સામે ચાલીને આરોગ્યની ટીમનો સંપર્ક કરે. આ ગામમાં આંગણવાડી, પંચાયતઘર તેમજ પ્રાથમિક શાળા જેવી સુવિધાઓ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે પોઝિટિવ કેસ આવ્યો એના પત્ની અને પુત્રની પણ તપાસ થશે

અન્ય સમાચારો પણ છે...