તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુઠ્ઠા વાયદા:પગના ભરોસે વતન જવા નીકળી પડ્યા, અમદાવાદ હાઈવે પરથી ગ્રાઉન્ડ રિપોર્ટ

રાજકોટએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકોને સરકારી તંત્ર પર વિશ્વાસ નથી રહ્યો એટલે ચાલવા લાગ્યા
 • ધક્કા ખાઈને થાક્યા એટલે વતનની વાટ પકડી
 • શ્રમિકો કહે છે અધિકારીઓને એ ખબર નથી કે માગીને ખાવું કેટલું મુશ્કેલ છે
 • બાળકોની પરવરીશ કરવી કેટલી અઘરી છે માટે જ ચાલીને વતન જવાનો નિર્ણય કર્યો છે

કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે મજૂરોને વતન પહોંચાડવા અલગ-અલગ રાજ્યોની ટ્રેન અને બસ દોડાવવાનું શરૂ કર્યું છે, પરંતુ તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે સંખ્યાબંધ મજૂરો આ સેવાથી વંચિત રહી જતા તેઓએ હવે થાકી-હારીને પગપાળા વતનની વાટ પકડી છે. મજૂરોને હવે બસ એક જ ધૂન ચડેલી જોવા મળી રહી છે કે અહીં કામ શરૂ થવાના ઠેકાણા નથી તો આના કરતા વતન જઇ ખેતી કરી બે પૈસા રળી લઈશું. આથી જ અમુક શ્રમિકો સાઈકલ લઈને તો કેટલાક પગ પર ભરોસો રાખીને રાજકોટથી છેક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જવા માટે નીકળી પડ્યા છે.  શ્રમિકોએ કહ્યું સરકારી તંત્રે સાથ ભલે ન આપ્યો પણ વિશ્વાસ છે કે પગ અમારો ભરોસો તૂટવા નહીં દે.

બિસ્કિટ ખાઇને દોઢ મહિનો કાઢ્યો, હવે ચાલીને ઉદયપુર જવા નીકળી પડ્યા છીએ
જૂનાગઢમાં બાંધકામ સાઇટ પર કડિયાકામની મજૂરી કરતા ઉદયપુરના 6 મજૂરો બે દિવસ પહેલા જૂનાગઢથી વતન જવા ચાલતા નીકળી પડ્યા હતા અને બે દિવસમાં 115 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું. રાજકોટ-અમદાવાદ રોડ પર માલિયાસણ નજીક રોડ પર શ્રમિકોએ  દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં કોન્ટ્રાક્ટરે ઉપાડ આપ્યો પણ પગાર ન આપ્યો. દોઢ મહિનાથી બિસ્કૂટ ખાઇને ગુજારો ચલાવતા હતા પરંતુ હવે ધીરજ ખૂટી છે અને પૈસા પણ. જમવાનું પણ મળતું નથી બસની કોઇ વ્યવસ્થા ન થતાં કપડાં લીધા વગર જ પગપાળા વતનની વાટ પકડી છે. માલિક પાસે પૈસા ખૂટ્યા, રૂ.300 સાથે સાઈકલ લઇ યુ.પી., બિહાર જવા નીકળ્યા

સાઇકલ પર વતન જવા નીકળેલા પાંચ શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમે માંડાડુંગરમાં પ્લાસ્ટિકના રમકડાં બનાવવાના કારખાનામાં કામ કરીએ છીએ અને ત્યાં જ માલિક સાથે રહીએ છીએ. લોકડાઉનમાં વતન યુ.પી. જવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા પરંતુ તે મંજૂર થયા ન હતા. લોકડાઉનમાં માલિકના પરિવારે જ અમારો ખ્યાલ રાખ્યો હતો અને તેમના પત્ની અમારા માટે જમવાનું બનાવતા હતા. હવે તેમની પાસે પણ પૈસા ખૂટી પડતા અમે સાઇકલ અપાવી દેવા જીદ કરી હતી. આથી કારખાના માલિકે સાઇકલની વ્યવસ્થા કરી આપતા વતન જવા નીકળ્યા છીએ. માલિકે પગાર ન આપ્યો, ભોજન દીધું હવે વતન જવા નીકળ્યા એટલે રૂ.1500 આપ્યા

બામણબોરમાં ફેક્ટરીમાં કામ કરતા 8 શ્રમિકો હાઇવે પર વાહનની રાહ જોતા ઊભા હતા અને જણાવ્યું હતું કે, અમે મધ્યપ્રદેશના વતની છીએ. માલિકે પગાર તો ન આપ્યો પણ માત્ર ખાવા-પીવાનું આપ્યું, અત્યાર સુધીમાં વતન જવા અનેક વખત અરજી કરી ચૂક્યા છીએ, સોમવારે પણ સાંજે 5 વાગ્યે ફેક્ટરીએથી ટ્રકમાં ટ્રેન છે તેમ કહીને અમને સ્ટેશન લઈ ગયા બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પરત લાવ્યા હતા અને હવે કાલે બે બસમાં જવાનું છે તેમ કહી ચાલ્યા ગયા હતા. મંગળવારે પણ કોઇ બસ ન આવતા અંતે માલિકને વતન જવાનું કહેતા તેમણે અમને રૂ.1500 આપ્યા છે.દાદીમા ગંભીર છે વાહન મળતું નથી તેથી ચાલીને ખબર કાઢવા નીકળ્યા છીએ

રાજકોટમાં વાવડીમાં પેપર ફેક્ટરીમાં કામ કરતા બે ભાઇઓના પરિવાર પગપાળા ધ્રાંગધ્રા જવા નીકળ્યા હતા અને બામણબોર નજીક તેઓએ જણાવ્યું હતું કે, અમે મૂળ રાધનપુરના છીએ અને વતન જવા માટે ચાર વખત ફોર્મ ભર્યા પણ હજુ સુધી મંજૂર થયા નથી. મંગળવારે પણ તપાસ કર્યા બાદ પણ મંજૂરી મળી ન હતી. હાલ અમારો પરિવાર ધ્રાંગધ્રામાં વાડીમાં ખેતીકામ કરે છે અને દાદીમાની હાલત ગંભીર હોવાથી અંતે ચાલતા-ચાલતા તેમની ખબર કાઢવા નીકળ્યા છીએ. હાલમાં લોકડાઉનના કારણે ફેકટરી બંધ હોવાથી હવે વાડીમાં ખેતમજૂરી કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો