તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દુષ્કર્મના ગુનામાં કરિયાણાના વેપારીના જામીન રદ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

ધમકી આપી દુષ્કર્મ કરવાના ગુનામાં નાસતા ફરતા મીત પરેશ ગણાત્રા નામના કરિયાણાના વેપારીએ કરેલી આગોતરા જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, આરોપીની કરિયાણાની દુકાને ભોગ બનનાર મહિલા અને તેનો પુત્ર અવારનવાર કરિયાણું લેવા જતા હોવાથી ભોગ બનનાર પરિણીતા સાથે પરિચય હતો.

દરમિયાન એક વખત આરોપી મીતે ભોગ બનનાર મહિલાને દુકાનની અંદર બોલાવી બળજબરી કરી શરીર સબંધ બાંધવાનું કહ્યું હતું અને જો તે નહીં માને તો પુત્રને ગુમ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ગભરાયેલી પરિણીતા અંતે તાબે થઇ જતા આરોપી મીત ગણાત્રા જુદા જુદા સ્થળોએ લઇ જઇ અનેકવખત ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી કરિયાણાનો વેપારી મીત નાસી ગયો હતો. દરમિયાન ફરાર આરોપી મીત ગણાત્રાએ પોલીસ ધરપકડથી બચવા અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.

પરંતુ આરોપીની કસ્ટડી ઇન્ટ્રોગેશનની જરૂરિયાત હોય આરોપીની અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી એડિ.સેશન્સ જજ કે.ડી.દવેએ બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપીની અરજીને નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો