ધરપકડ:દુધાળા પશુઓને અપાતા જોખમી કેમિકલના જથ્થા સાથે કરિયાણાનો વેપારી ઝડપાયો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેર પોલીસે સંતકબીર રોડ પર કરિયાણાની દુકાનમાં દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ અને સિરિન્જના જથ્થા સાથે વેપારીને ઝડપી લીધો હતો. સંતકબીર રોડ પર આવેલા શક્તિ કરિયાણા ભંડારમાં પશુઓને અપાતા પ્રતિબંધિત કેમિકલનો જથ્થો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે દુકાનમાં તપાસ કરતાં અંદરથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 99 બોટલ, 85 વેટરનિટી સોય, અને 38 નંગ સિરિન્જનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે પ્રવાહીના નમૂના લઇને એફએસએલમાં મોકલ્યો હતો, રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કાર્યવાહીનો પોલીસ અધિકારી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. દુધાળા પશુઓને ઇન્જેક્શન આપીને દૂધ મેળવવાથી પશુઓને તો નુકસાન થાય જ છે પરંતુ આ રીતે મેળવાયેલા દૂધના ઉપયોગથી માનવીને પણ નુકસાન થતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...