તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:લાંબા સમયથી ફરાર વકીલના આગોતરા જામીન મંજૂર કર્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મકાંડી પરિવારના સામૂહિક આપઘાત કેસમાં અંતે હાઇકોર્ટે અરજી માન્ય રાખી

કર્મકાંડી પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા વકીલ રાજેશ ડી.વોરાએ કરેલી આગોતરા જામીન અરજીને હાઇકોર્ટે માન્ય રાખી આગામી તા.6 જુલાઇ સુધીના વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે.

કેસની વિગત મુજબ, નાનામવા રોડ, શિવમપાર્કમાં રહેતા કમલેશભાઇ લાબડિયાએ તેના પુત્ર અંકિત અને પુત્રી કૃપાલી સાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં કારખાનેદાર દિલીપ કોરાટ અને વકીલ રાજેશ વોરાના ત્રાસથી પગલું ભરી રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના મકાનનો 1.20 કરોડમાં સોદો થયા બાદ રૂ.20 લાખ આપ્યા હતા. બાદમાં બંનેએ એક કરોડ ચૂકવી દીધા છે તેવું તરકટ રચી ખોટા સાબિત કરતા હોવાનું સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું હતું.

મૃતક કમલેશભાઇના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કારખાનેદાર દિલીપ કોરાટની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. જ્યારે વકીલ રાજેશ વોરા ધરપકડથી બચવા ફરાર થઇ ગયો હતો. બાદમાં વકીલ રાજેશે સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી નામંજૂર થયા બાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીને હાઇકોર્ટે મંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...