નિર્ણય:મનપામાં ગ્રાંટના કામો થશે પણ પોતાની તિજોરીમાંથી વિકાસ કામને બ્રેક લાગશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાનું ચૂંટણીનું વર્ષ છે તેથી શાસકોએ શહેરમાં સાત સ્થળે બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે અને આ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ પણ આપશે. તેથી ગ્રાન્ટના તમામ કામ થઇ શકશે, પરંતુ મનપાની આવકમાં ગાબડું પડશે તે નક્કી છે, પરંતુ હજુ સુધી ખર્ચ પર કોઇ કાપ મુક્યો નથી પરિણામે મનપાની તિજોરીમાંથી થતા કામો કરવા અંગે અત્યારથી સમીક્ષા બેઠકો શરૂ થઇ ગઇ છે. પરિણામે હવે તેની સીધી અસર જુદા જુદા પ્રોજેક્ટ પર પડશે. નાનામવા બ્રિજ સહિતના ટેન્ડરની મુદ્દત 31 મે આસપાસ પૂરી થઇ રહી છે તેથી ટેન્ડરો અંગે સમીક્ષા કરવા મ્યુનિસિપલ કમિશનરે 3 જૂને રિવ્યૂ બેઠક બોલાવી છે. બુધવારે પણ રિવ્યૂ બેઠક બોલાવી શહેરમાં ચાલતા વિકાસ કામોની ચર્ચા કરી હતી અને મનપાના ખર્ચે થતા નવા કામોની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારમાંથી આવતી સ્વર્ણિમ ગ્રાન્ટ સહિતની ગ્રાન્ટ મળશે અને તેમાંથી વિકાસ કામો પણ થશે, પરંતુ મનપાને પોતાની તિજોરીમાંથી જે ખર્ચ કરવાનો થશે તેના પર કાપ મૂકવો પડે તેવી સંભાવના છે. 31 મે આસપાસ ટેન્ડરની મુદ્દત હોવાથી કમિશનરે ફરી 3 જૂને સમીક્ષા બેઠક બોલાવી છે.

અન્ય સમાચારો પણ છે...