રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળા રોડ પર આજે વહેલી સવારે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં દાદા અને પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બંનેના મૃતદેહને હાલ ગોંડલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
દાદા-પૌત્રના ઘટના સ્થળે જ મોત
ઘટનાની વિગત અનુસાર ગોંડલ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દાદા-પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ગોંડલના રામદ્વાર બંગલા પાસે રહેતા હિતેનભાઈ પ્રવિણભાઈ વીરપરીયા (ઉં.વ.35) અને હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરીયા (ઉં.વ.80)ના મોત નીપજ્યાં છે.
ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે ખસેડાયા
જ્યારે આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં ગોંડલ સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ તો પોલીસે દાદા-પૌત્રના મૃતદેહને પીએમ માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.