આગામી તારીખ 2, 9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજાનારી પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ 9 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, 09 એપ્રિલ, 2023ના રોજ સવારે 11થી 12 કલાકે યોજાશે.
જીપીએસસીએ જાહેર કરેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વા૨ા તા. 9 એપ્રિલ 2023ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવ્યું હોય આયોગ દ્વારા તા. 2, 9, 16 એપ્રિલ, 2023ના રોજ યોજાના૨ ગુજ૨ાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજ૨ાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકા૨ી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. મુખ્ય પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨ાશે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.