તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું ગ્રહણ:GPSC ક્લાસ-1, 2 ચીફ ઓફિસરની પરીક્ષા માર્ચમાં

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે તારીખમાં ફેરફાર

મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે જીપીએસસી દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં યોજાનાર પરીક્ષાઓ હવે માર્ચ મહિનામાં યોજાશે જ્યારે માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષા એપ્રિલમાં યોજાશે.ગુજરાત વહીવટી સેવાવર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અનેે 2 તથા નગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ-2ની મુખ્ય પરીક્ષાઓ 14,16 અને 18 ફેબ્રુઆરીએ લેવાની હતી જે પરીક્ષા હવે 9, 12 અને 14 માર્ચના રોજ યોજાશે.

બીજીતરફ આ તારીખોમાં યોજાનાર ઇલેક્ટ્રીક સુપરવાઇઝર, કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની પરીક્ષાઓ 11 એપ્રિલના રોજ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉનમાં રાજ્યમાં એકપણ ભરતી પરીક્ષા યોજાઈ ન હતી. હવે સ્કૂલ, કોલેજ ખુલ્યા છે તેની સાથે સાથે ભરતીની મૌસમ પણ શરૂ થશે. પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઈડલાઈન મુજબ જ દરેક પ્રકારની તૈયારી પણ રાખવી પડશે અને આ માટે સંબંધિત તંત્રને સૂચના આપી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો