બેઠક:GPSCના ઉમેદવારની બેઠક વ્યવસ્થા ધોળકિયા શાળામાં કરાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષામાં સેનિટાઈઝ અને થર્મલ સ્ક્રીનિંગ બાદ પ્રવેશ અપાશે

કોરોનાની બીજી લહેર બાદ સરકારી નોકરી GPSC માં ભરતી માટેની પરીક્ષા શહેરમાં યોજાશે. આજે રવિવારે રાજકોટમાં નાયબ મેનેજર વહીવટ વર્ગ-2ની પરીક્ષા યોજાનાર છે. જેમાં શહેરના કુલ 9030 ઉમેદવાર પરીક્ષા આપશે. રાજકોટમાં 40 બિલ્ડિંગ અને 467 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એક બ્લોકમાં 20 વિદ્યાર્થી બેસાડવામાં આવશે. પેપરનો સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા એમ કુલ 3 કલાકનો રહેશે. પરીક્ષાર્થીનો રિપોર્ટિંગ સમય સવારે 10 વાગ્યાનો રહેશે. જે પરીક્ષાર્થી 11 વાગ્યા બાદ આવશે તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

GPSCના પરીક્ષાર્થીને 3-4 દિવસ પહેલા કેન્દ્ર ફાળવી દેવામાં આવે છે જેથી વિદ્યાર્થી તે પ્રમાણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટેનું આયોજન કરી શકે પરંતુ સ્પીપા અને GPSC ની પરીક્ષા એક તારીખે હોવાથી GPSC પરીક્ષા આપનાર પરીક્ષાર્થીને ડિવાઈન શાળાની બદલે સામે આવેલી કે.જી.ધોળકિયા શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવાઈ અને આયોગ દ્વારા પરીક્ષાર્થીને આ બાબતે જાણ પણ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં કોવિડ-19 ની ગાઈડલાઈન અંતર્ગત GPSCની આ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગ તેમજ સેનિટાઈઝ બાદ જ બ્લોકમાં પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...