તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ લોકડાઉનની શરૂઆત:સરકાર જાહેર કરે કે ના કરે રાજકોટ યુઝ્ડ કાર એસો.એ 8 દિવસનું અને ગોંડલના ગોમટામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

રાજકોટ13 દિવસ પહેલા
ગોંડલનું ગોમટા ગામ
  • માર્કેટ યાર્ડમાં માસ્ક વગર પ્રવેશ નહીં
  • 100થી વધુ વેપારીઓ કાર વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે

ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે CM વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેને પગલે કોરોનાના સંક્રમણથી બચવા માટે રાજકોટમાં ઝડ કાર એસોસિએશનના હોદેદારીએ આજથી આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ લોકોને માસ્ક વગર પ્રવેશ આપવામાં નહીં આવે. આમ કોરોના સામે બાથ ભીડવા રાજકોટમાં સ્વયંભૂ લોકડાઉનની શરૂઆત થઈ ગઈ છે. હાલ ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં એકસાથે 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ વાસીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.જ્યાં દુકાનદારો સવારે 3 કલાક અને સાંજે 3 કલાક દુકાન ખુલ્લી રાખી શકશે

કારના ઉદ્યોગને પણ વ્યાપક અસર થવા પામી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ આવેલું છે. અહીં 100થી વધુ વેપારીઓ રાજકોટમાં જુની કારના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલ સ્વૈચ્છિક લોકડાઉનને પગલે કારના ઉદ્યોગને પણ વ્યાપક અસર થવા પામી છે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ માસ્ક વિના લોકોના પ્રવેશપર પાબંધી લગાડી દેવામાં આવી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

રાજકોટમાં વીકેન્ડ કર્ફયૂ રાખવા વેપારી એસો.ની પણ રજૂઆત
રાજકોટ સહિત ગુજરાતમાં મોટા ભાગનાં વેપારી એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો