મહામહિમની મુલાકાત:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રાજ્યપાલ રાજકોટમાં, સોમનાથ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ એરપોર્ટ ખાતે આગમન થયું

રાજકોટ6 મહિનો પહેલા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
  • રાજકોટથી વાયુ સેનાના વિમાન મારફત દિલ્લી જવા રવાના થયા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સોમનાથ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ દિલ્હી જવા માટે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિવાદન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિવાદન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

એરપોર્ટ ખાતે આગમન થયું
ભારતીય વાયુસેનાના ખાસ હેલીકોપ્ટરમાં બપોરે 11.20ના સુમારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ કોવિંદ ભારતીય વાયુ સેનાના વિમાન મારફત દિલ્લી જવા રવાના થયા હતા. જ્યાં મેયર પ્રદિપભાઈ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, ઈ.ચા પોલીસ કમિશનર અહેમદ ખૂર્શિદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાયમાન આપ્યુ હતું.

મહાનુભાવોએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાયમાન આપ્યુ હતું
મહાનુભાવોએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાયમાન આપ્યુ હતું

મુલાકાત વેળાએ આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, ડી.સી.પી. સુધીરકુમાર દેસાઈ, મામલતદાર ઝાલા, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારી રાજેશ્વરી નાયર વગેરે ઉ૫સ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...