દેશમાં લૉકડાઉન જાહેર થયું ત્યારે કોરોના વિશે ઘણા ઓછા લોકોને ખબર હતી. આ માટે કેન્દ્ર સરકારે એક વોટ્સએપ સેવા લોન્ચ કરી હતી જે સેવ કરીને તેમાં મેસેજ કરતા જ કોરોનાને લગતી વિગતોનું મેન્યુ આવતું અને જરૂર પડતી માહિતી મળી જતી. જ્યારે વેક્સિનેશન ચાલુ થયું તેથી એપોઈન્ટમેન્ટ બુકિંગ તેમજ વેક્સિન સર્ટિફિકેટ ઝડપથી મળે તે માટે કોરોના માટેની આ હેલ્પલાઈનનો જ વ્યાપ વધારી જાહેર કરાયું કે આ નંબર પર વોટ્સએપ કરતા વેક્સિન સર્ટિફિકેટ પણ તેમાં જ મળી જશે.
આ કારણે હેલ્પલાઈનનો વ્યાપ કરોડો યૂઝર સુધી પહોંચી ગયો છે હવે તેનો ફાયદો લઈ સરકારની યોજનાઓના ગુણગાન ગાવા ક્વિઝ કોમ્પ્ટિશનની લિન્ક મોકલીને પ્રશ્નના જવાબ આપનારને બે હજાર રૂપિયાના ઈનામની લાલચ અપાઈ રહી છે.
કેન્દ્ર સરકારનો મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીએ આરોગ્ય મંત્રાલય સાથે મળીને એક ચેટબોટ બનાવ્યું હતું અને તેને કોરોના માય ગવર્મેન્ટ કોરોના હેલ્પડેસ્ક નામ આપ્યું હતું. 9013151515 નંબર ઘણા લોકોએ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા સેવ કર્યા હશે જે તમામ નંબર પર કોરોના હેલ્પડેસ્ક કરીને વોટ્સએપમાં મેસેજ કરતા જ કોરોનાને લગતી માહિતી પૂરી પાડવા તેમજ જે નંબર પરથી મેસેજ ગયો હોય તે નંબરમાં જે વેક્સિન સર્ટિફિકેટ લીધા હોય તે બધા જ વોટ્સએપ મારફત જ પૂરા પાડવામાં આવે છે.
ત્યારે આ નંબરને કોરોના હેલ્પલાઈન તરીકે પ્રમોટ કરાઈ હતી પણ હવે અચાનક જ તેનું નામ બદલીને ફક્ત માય ગવર્મેન્ટ કરી નાખ્યું છે અને હવે તેને અલગ અલગ કંપનીઓ મેનેજ કરી રહી છે તેવુ એલર્ટ વોટ્સએપે આપ્યું છે. આ નંબર પર હવે સબકા વિકાસ મહાક્વિઝના હેડિંગવાળો મેસેજ આવે છે જેમાં લખ્યું હોય છે કે સરકારની યોજનાઓ વિશે તમારું નોલેજ વધારો અને ઈનામ જીતો. આ સાથે એક લિન્ક પણ આપી હોય છે. આ મેસેજ આવતા વોટ્સએપ પણ એલર્ટ આપે છે આ મેસેજ એક કરતા વધુ કંપનીઓ સંચાલિત છે.
આ લિન્ક પર ક્લિક કરતા જ mygov.in સાઈટ પરનું ક્વિઝ પેજ ખૂલે છે જેમાં રાજ્ય સિલેક્ટ કરતા જ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ મહાક્વિઝ ખૂલે છે જે ગુજરાતી અથવા અંગ્રેજીમાં આવી શકે. આ માટે 10 પ્રશ્ન પૂછાશે જે માટે 200 સેકન્ડ અપાશે. ક્વિઝની શરત એ છે કે સૌથી પહેલા તમારે લોગ ઇન કરવું એટલે કે તમારી ફોન નંબર સિવાયની પણ વિગતો લઈ લેવાશે. આ ઉપરાંત જે જે લોકો દરેક પ્રશ્નોના જવાબ સૌથી ઓછા સમયમાં આપશે તેમને 2000નું ઈનામ અપાશે. આ રીતે સરકારી તંત્ર લાલચ આપીને ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર કરાવી મતદારો રીઝવવાનું કામ કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.